અંકલેશ્વર રાજપીપળા ચોકડીથી જી.આઇ.ડી.સી. તરફ જવાનો રસ્તો ઘણા લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે જેના સમારકામ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ નવો રસ્તો બનાવવા અંગે પણ માંગ કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા લોકોની લાગણીને ધ્યાનમાં લેવામાં આવી ન હતી.
રાજપીપળાથી જી.આઇ.ડી.સી. તરફ જવાનો રસ્તો સતત વાહન વ્યવહારથી ધમધમતો રહે છે અને આ રસ્તા પરથી અનેક વાહનો જતા આવતા હોય રસ્તાને જી.આઇ.ડી.સી. ની લાઈફ લાઈન તરીકે ઓળખવામાં આવે છે ત્યારે કઈ કેટલીકવાર બિસ્માર અને ખખડધજ રસ્તા અંગે રજુઆત કરવામાં આવતા કોઇ કાર્યવાહી ન થતાં લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ રસ્તા પરથી સાયકલ જેવા વાહનો પસાર થઈ શકતા નથી તે અંગેનું ડેમોસ્ટ્રેશન કરી બતાવી લોકોએ તીવ્ર રસ્તા આંદોલન કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
રસ્તા પર પડેલા ઊંડા ખાડાને પગલે સમગ્ર જનજીવન તેમજ જી.આઇ.ડી.સી. નો વાહન વ્યવહાર વેરવિખેર થઇ ગયેલ છે જે અંગે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
અંકલેશ્વર રાજપીપળા ચોકડીથી જી.આઇ.ડી.સી. તરફ જવાનો રસ્તો સ્થાનિકો દ્વારા બંધ કરી આક્રોશ વ્યકત કર્યો…
Advertisement