અંકલેશ્વર ખાતે જીવીબા લોક કલ્યાણ ટ્રસ્ટનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં લુણાવાડા અને સંતરામપુરના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ ટ્રસ્ટનાં હેતુ દેશમાં અને વિશ્વમાં લોકકલ્યાણ માટેના કાર્યો કરવાનો છે.
પ્રસિદ્ધ વક્તા અને સાહિત્યકાર એવા દિનેશ સેવક દ્વારા જીવીબા લોક કલ્યાણ ટ્રસ્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે. આમ પણ તેઓ વર્ષોથી સાહિત્ય અને સમાજસેવા ક્ષેત્રે સક્રિય છે. જીવીબા લોક કલ્યાણ ટ્રસ્ટના ડાયરેક્ટર તરીકે તેઓએ ઉદ્ઘાટન સમારોહ યોજ્યો હતો. જેમાં સંતરામપુરના ધારાસભ્ય જીગ્નેશ સેવક તેમજ લુણાવાડાના ધારાસભ્ય ડિંડોરી ઉપસ્થિત રહ્યા હતા.
દિનેશ સેવકે જણાવ્યું હતું કે આ ટ્રસ્ટનો હેતુ રાજ્યમાં દેશમાં અને વિશ્વમાં શાંતિ અને સદભાવના ફેલાવવાનો છે. સાથે જ સમાજ સેવા થકી સમાજનું કલ્યાણ કરવાનો ઉદ્દેશ્ય પણ અમે રાખ્યો છે જેને આગામી દિવસમાં વધુ વેગ આપવામાં આવશે.
નોંધનીય છે કે ટ્રસ્ટના ડાયરેક્ટર દિનેશ સેવક તથા અરિહંત ફાઉન્ડેશન આજ દિન સુધીમાં દેશમાં અને વૈશ્વિક સ્તરે 3500 થી પણ વધુ સામાજિક અને રાષ્ટ્રીય ઉત્થાનના કાર્યક્રમો કરી ચુક્યા છે. આ બંને સંસ્થાઓના સૌજન્યથી જીવીબા લોક કલ્યાણ ટ્રસ્ટની શરૂઆત થઇ છે ત્યારે ઉપસ્થિત મહાનુભાવોએ ટ્રસ્ટને બિરદાવીને આગામી દિવસમાં તેમની સેવાકીય પ્રવૃત્તિઓ વધુ વેગવંતી બને એવી શુભેચ્છાઓ પાઠવી હતી.