અંકલેશ્વરનાં સારંગપુર વિસ્તારમાં ખુલ્લામાં કુંડાળું વળી જુગારીઓ જુગાર રમી રહ્યા છે આવી બાતમીનાં આધારે અંકલેશ્વર GIDC પોલીસે રેડ કરતાં જુગારીઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડયા હતા. અંકલેશ્વર GIDC પોલીસ મથકનાં વિસ્તારોમાં ખુલ્લેઆમ અને બેરોકટોક જુગાર રમાઇ રહ્યો છે ત્યારે GIDC પોલીસે શાંતિનગર સોસાયટી -1 સારંગપુર મકાન નં. 96 ની સામે ખુલ્લામાં ગોળ કુંડાળું વળી જુગાર રમતા જુગારીયોઓને પકડી પાડયા હતા. આ જુગાર પત્તા-પાનાંનો હારજીતનો જુગાર રમી રહ્યા હતા જેમની પાસેથી અંગ જડતીના રૂ.5680 તથા દાવ પરના કુલ રૂ. 10,500 તેમજ પત્તા-પાનાં મળી કુલ રૂ. 16,180 ની રકમ ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
Advertisement