ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વર તાલુકામાં આવેલી સરસ્વતી વિદ્યામંદિર શાળાનાં શિક્ષકે અભ્યાસનાં ગૃપમાં અશ્લીલ ફોટો વાઇરલ કરતાં વિદ્યાર્થીઓએ અને વાલીઓમાં હોબાળો મચી ગયો હતો. અનેક વાલીઓ, વિદ્યાર્થીઓએ આ પ્રકારનો અશ્લીલ ફોટો ગૃપમાં વાઇરલ થતાં શરમની લાગણી પણ અનુભવે છે તેમજ લોકડાઉનનાં સમય બાદ શાળાનો સંપૂર્ણ અભ્યાસક્રમ ઓનલાઇન પ્રક્રિયાથી ચાલતો હોય જેમાં વિવિધ વોટસએપ ગૃપ બનાવી હોમવર્ક આપવામાં આવતું હોય છે આ ગૃપમાં આજે અંકલેશ્વરની શાળાના એક શિક્ષક દ્વારા અશ્લીલ ફોટો અભ્યાસનાં ગૃપમાં મૂકતા ભરૂચ જીલ્લામાં તરેહ-તરેહની ચર્ચાઓ લોકમુખે થવા લાગી છે.
ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વરમાં પદ્માવતી નગરમાં આવેલી સરસ્વતી વિદ્યામંદિર શાળાના રાકેશ ચોબે નામનાં શિક્ષકે વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ માટે બનાવવામાં આવેલા ગૃપમાં અશ્લીલ ફોટો મૂકતા વિદ્યાર્થી અને વાલીઓમાં એક તરફથી ભારે ફિટકારની લાગણી વર્ષી રહી છે તો વિદ્યાર્થીઓએ અને વાલીઓના મુખે એવું પણ ચર્ચાઇ છે કે શિક્ષક એટલે સમાજ જીવનના ઘડતરનું કાર્ય કરે છે પરંતુ આજે ઓનલાઈન અભ્યાસનાં ગ્રૂપમાં બનેલ આ ઘટના પરથી શિક્ષણ અર્થે વોટસએપ પર અશોભનીય અને વિકૃત ફોટો વાઇરલ થતાં વાલીઓએ સરસ્વતી વિદ્યામંદિર નામની શાળાએ જઇ ભારે વિરોધ નોંધાવ્યો છે અને આ અભ્યાસનાં ગૃપમાં ફોટો વાઇરલ કરનાર શિક્ષકને મેથી પાક ચખાડયો હતો. અભ્યાસક્રમનાં ગ્રૂપમાં અશ્લીલ ફોટો શેર કરનાર શિક્ષકની અંકલેશ્વરની GIDC પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે નોંધનીય છે કે સમગ્ર દેશમાં લોકડાઉનનાં સમય બાદ તમામ શાળાઓ દ્વારા વોટસએપ ગૃપ બનાવીને તેમાં નિયમિત અભ્યાસક્રમ મોકલવામાં આવતો હતો આજે ભરૂચ જીલ્લામાં બનેલી આ ઘટના બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓ ઓનલાઈન અભ્યાસક્રમથી વિમુખ બન્યા છે અને જણાવે છે કે આના કરતાં તો બાળકોને શાળાએ મોકલવા સારું રહેશે. અભ્યાસનાં ગૃપમાં આ પ્રકારનાં અશોભનીય અશ્લીલ ફોટો વાઇરલ કરનાર શિક્ષક પર તો ફિટકાર વર્ષી રહ્યો છે પરંતુ આ ઘટના બાદ તમામ વાલી દ્વારા આગામી સમયમાં આ પ્રકારનાં ઓનલાઈન શિક્ષણથી ચેતવું જોઈએ તેવી પણ ચર્ચાઓ ચોકે-ચોકે વાલીઓના મુખે ચર્ચાઇ રહી છે.