Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરની ઝાયડસ કેડીલા હેલ્થ કેર કંપનીમાં કર્મચારીઓ દાઝયા.

Share

અંકલેશ્વર GIDC માં આવેલ કંપનીઓમાં એક પછી એક બનાવો બની રહ્યા છે. ગેસ ગળતર અને આગજન્ય ઉપરાંત વિવિધ બનાવોનાં પગલે કામદારો અને કર્મચારીઓ ભયની લાગણી અનુભવી રહ્યા છે જેમ કે અંકલેશ્વરની ઝાયડસ કેડીલા હેલ્થ કેર કંપનીમાં તાજેતરમાં ધડાકાભેર ભડકો થયો હતો.

મળતી માહિતી મુજબ રીએકટરમાં પાવડર નાંખતા સમયે આ ભડકો થયો હતો જેનાં પગલે 3 કર્મચારીઓ દાઝી ગયા હતા જેમને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

આ બનાવ બન્યા બાદ કલાકો વીતી ગયા છતાં અંકલેશ્વર પોલીસ સ્ટેશન ખાતે તપાસ કરતાં ગુનો નોંધાયો ન હતો જેના પગલે કર્મચારીઓમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે.

Advertisement

Share

Related posts

વડોદરા : હરણી પોલીસે પાણીપુરીના વિક્રેતાનું મર્ડરના આરોપીને સાથે રાખીને કર્યું મર્ડરનું રિકન્ટ્રકશન.

ProudOfGujarat

દશા માતાની મૂર્તિનાં વિસર્જન અંગે છેલ્લી ધડીએ ભરૂચ કલેકટરે કરેલ અપીલ જાણો શું ?

ProudOfGujarat

જુનાગઢમાં વાણંદ સોસાયટીમાંથી બે કિલો ગાંજો ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!