Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પથકમાં અજાણ્યા વાહનની અડફટે આવતા મોત.

Share

અંકલેશ્વર પથક અને ખાસ કરીને અંકલેશ્વર નજીક થી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને રાજ્ય ધોરી માર્ગ પર અજાણ્યા વાહનની અડફટે આવતા મોત નિપજ્યા હોય તેવા બનાવ વધુ બની રહ્યા છે. અંકલેશ્વર શહેર પોલીસ ખાતે નોંધાયેલ ફરિયાદ માં ફરીયાદી.અલ્પેશ કુમાર જીતેન્દ્રકુમાર વિરડીયા રહે.એ.કે. રોડ , વરાછા , સુરત -૬ , સુરત શહેર , ઍ અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. આ માર્ગ અકસ્માતના બનાવમાં ભરતભાઇ લાલજીભાઇ વિરડીયા, ઉવ.૨૬ રહે.૩૫ સ્યામ સુંદર સોસાયટી, મીનીબજાર, એ.કે. કોડ, વરાછા સુરત નું કરુણ મોત ગંભીર ઇજાના પગલે થયું હતું આ કરુણ બનાવ તા. ર૩/૧૦/ર૦ર૦ ના કલાકે સવારે 0૯/00 ના અરસામાં ને.હા. નંબર ૪૮ ઉપર અમર તૃપ્તિ હોટલની પાસે સુરત થી અંકલેશ્વર તરફ જતા રોડ ઉપર બન્યો હતો. આ બનાવ અંગે ની વિગત જોતા ભરતભાઇ વિરડીયા ને અમર તૃપ્તિ હોટલની સામે રોડ ઉપર કોઇ અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લઇ માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી પોતાનું વાહન લઇ નાસી ગયા હતા. જયારે ગંભીર ઇજા ગ્રસ્ત ભરતભાઈ નું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું આ બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા : વરસાદ ખેંચાતા ખેડૂતોને બિયારણ નિષ્ફળ જવાની ભીતિ…

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં શિક્ષકો દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન .

ProudOfGujarat

ભરૂચ : પાનોલી ઔદ્યોગિક વસાહતની શ્રીજી કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!