Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરનાં છાપરા પાટિયા વિસ્તારમાં બાઇક અને જે.સી.બી. વચ્ચે અકસ્માતમાં બે નાં મોત.

Share

ભરૂચનાં અંકલેશ્વર છાપરા પાટિયા વિસ્તારમાં જેસીબી અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલક બે વ્યક્તિઓનું ઘટના સાથળે જ મૃત્યુ થયું હતું, આ બાઇક ચાલક અંકલેશ્વરથી ભરૂચ તરફ આવતા હતા તે સમયે બાઇક અને જેસીબી ટકરાતાં બંને વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટના સ્થળેથી અકસ્માત સર્જાતા જેસીબી ચાલક ફરાર થઈ ચૂકયો હતો. જેની શોધખોળ પોલીસ કરી રહી છે.

આ બનાવની મળતી માહિતી અનુસાર ગઇકાલે રાત્રે બે વ્યક્તિઓ અંકલેશ્વરથી ભરૂચ તરફ આવતા હતા આ સમયે સામેની બાજુથી જેસીબી આવતા બાઇક પર બે વ્યક્તિ આવતા હોય જેસીબી અને બાઇક ટકરાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ફરિયાદી ચેતનગીરી સમીરગીરી ગોસ્વામી ઉં.વર્ષ 25 રહે. B-208 ત્રીજા યોગેશ્વર કોમ્પ્લેક્ષ પુરુષોત્તમ બાગ ખાતે રહે છે તેને પોલીસમથકમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર ગઇકાલે રાત્રે જેસીબી GJ-06-JF-1217 નો ચાલક ભરૂચ અંકલેશ્વર રોડ ઉપર જેસીબી ચલાવતો હતો તે સમયે અંકલેશ્વરથી ભરૂચ તરફ બે બાઇક સવાર આવતા હતા તે સમયે જેસીબી ચાલકે કાબૂ ગુમાવતાં જેસીબી અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ભાવિન ઉર્ફે મોન્ટી લાલજી પરમાર ઉં.19 અને સુનિલ ઓમપ્રકાશ વસાવાનું ઘટના સ્થળે જ આ અકસ્માતમાં કમકમાટી ભર્યું મોત નીપજયું હતું અને બનાવ બનતાની સાથે જ જેસીબી ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી નાસી છૂટયો હતો. આ બનાવની માહિતી પોલીસ સ્ટેશનમાં નોંધાતા ફરાર થયેલા જેસીબીના ચાલકની પોલીસ શોધખોળ કરી રહી છે અને વધુ તપાસ અંકલેશ્વર પોલીસ ચલાવી રહી છે.

Advertisement

Share

Related posts

અમદાવાદના પત્રકાર ચિરાગ પટેલ હત્યા કેસમાં પોલીસ દ્વારા ઝડપી અને ન્યાયીક તપાસ કરવા વિરમગામના પત્રકારોની માંગણી. અમદાવાદ જિલ્લા મિડીયા ક્લબ દ્વારા મુખ્યમંત્રીને અનુલક્ષીને વિરમગામ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

ProudOfGujarat

ગોધરાના જિલ્લા પંચાયત હોલ ખાતે સપ્તક આયોજિત શામ- એ-ગઝલ…નું આયોજન

ProudOfGujarat

સુરત મહાનગરપાલિકાનાં ફાયર વિભાગે વિવિધ વિસ્તારોમાં એક શોપ મોલ સહિત ટેકસટાઇલ માર્કેટને સીલ મારવાની કાર્યવાહી કરી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!