Proud of Gujarat
FeaturedGujaratINDIA

આ લે ! અંકલેશ્વર નગરપાલિકાનું વીજબિલ કપાયું ? કેમ ? જાણો વધુ.

Share

* ફેબ્રુઆરી મહિનાથી આજદિન સુધીનું અંકલેશ્વરની ભાજપ શાસિત નગરપાલિકાનું વીજ વપરાશનું બિલ બાકી છે.

* અંકલેશ્વર નગરપાલિકામાં ગડખોલ પાટિયાનું જી.એન.એફ.સી. બોરિંગનું ભ્રષ્ટ નગરપાલિકાનાં પાપે વીજ કનેકશન કપાયું.

Advertisement

* અંકલેશ્વર નગરપાલિકાનું વીજબિલ જો આગામી સમયમાં નહીં ચૂકવાઇ તો સરકારી કચેરી સહિત અંધારપટ છવાઈ જશે.

અંકલેશ્વર નગરપાલિકાની કથિત વાતો અનુસાર ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ અંકલેશ્વર નગરપાલિકાનાં ભ્રષ્ટશાસનની વાતો ચોકે-ચોકે લોકમુખે ચર્ચાઇ રહી છે. તાજેતરમાં ભાજપ શાસિત ભ્રષ્ટ નગરપાલિકાનાં એક પછી એક છબરડા ચર્ચાનાં એરણે ચડયા છે. હાલ કથિત વાતો બહાર આવ્યા અનુસાર ભાજપની અંકલેશ્વર નગરપાલિકામાં વીજ વપરાશનાં નાણાં ચૂકવવાનાં રૂપિયા નથી તો ફેબ્રુઆરીનાં સમયથી આજદિન સુધી નગરપાલિકાની ઓફિસ અને સ્ટ્રીટ લાઇટના બિલની મસમોટી રકમનું ચૂકવણું બાકી છે આ વાત અંકલેશ્વરનાં ખૂણે-ખૂણે હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે.

અંકલેશ્વર નગરપાલિકાનો કથિત ભ્રષ્ટાચાર ચરસીમાએ પહોંચ્યો હોય એવાં એક પછી એક શાસનાધિકારીનાં છબરડા સામે આવી રહ્યા છે. કોંગ્રેસનાં વિપક્ષી નેતા ભુપેન્દ્રભાઈ જાની સાથે ટેલિફોનિક વાતચીતમાં જાણવા મળ્યું છે કે હાલ અંકલેશ્વર નગરપાલિકામાં રૂ.84 લાખનાં વીજબિલો બાકી છે. ભારતીય જનતા પાર્ટીનાં નગરપાલિકાનાં શાસનમાં માત્ર ગોટાળા જ સામે આવી રહ્યા છે તેમ હાલ આ વીજબિલ ભરવા માટે નગરપાલિકા પાસે પૂરતી ગ્રાન્ટ પણ નથી તેવી રજૂઆત ગુજરાત વીજ નિયમ બોર્ડને કરવામાં આવી છે તેમ નગરપાલિકાનાં વિપક્ષી નેતાએ જણાવ્યુ છે.

ટૂંક સમય પહેલા જ અંકલેશ્વર નગરપાલિકામાં નિયમ વિરુદ્ધ ગાડીની ખરીદીની વાત બહાર આવી હતી તો ત્યારબાદ CSR ફંડનાં નાણાંનો ગેરવહીવટની વાત પણ ચર્ચામાં આવી હતી અને હાલ નગરપાલિકાનાં લાઇટબિલ બાકી હોવાની વિગતો વિપક્ષી નેતાએ આપી છે અને વિપક્ષી નેતાનાં જણાવ્યા અનુસાર અંકલેશ્વર નગરપાલિકાને કોન્ટ્રાકટરોનાં મલાઇદાર કામો કરવામાં અને તેના નાણાં ચૂકવવામાં વધુ પડતો રસ છે. વિપક્ષે સક્ષમ અધિકારીને અનેક વખત વીજ વપરાશનાં બિલ સમયસર ભરવા અંગે ધ્યાન દોર્યું હતું પરંતુ ભાજપનાં શાસકોને લાઇટ બિલનાં નાણાં ભરવામાં રસ ના હોય તેમ સ્વભંડોળની ગ્રાન્ટ નથી તેવા ઉડાઉ જવાબ આપવામાં આવે છે. આ તકે નગરપાલિકાનાં વિપક્ષી નેતા જણાવે છે કે ખરેખર પહેલા અકાઉન્ટ વિભાગે વીજ વપરાશનાં બિલોનાં બાકી ચૂકવણા કરવા જોઈએ. પરંતુ વિકાસની વાતો કરતી ભાજપની સરકારનો વહીવટ સાવ ખાડે ગયો હોય તેમ નગરપાલિકાનાં જાડી ચામડીનાં સત્તાધીશોને મસમોટા કોન્ટ્રાકટ પાસ કરવામાં અને કોન્ટ્રાકટરોની ડિપોઝીટ પરત આપવામાં રસ હોય તેવું લાગે છે.

આ ઉપરાંત સૂત્રોનાં જણાવ્યા મુજબ અંકલેશ્વર નગરપાલિકામાં ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ જી.એન.એફ.સી. તળાવની સામેનું બોરિંગનું વીજ કનેકશન તંત્રનાં પાપે કાપી નાંખવામાં આવ્યું છે અને આગામી સમયમાં જો વહેલી તકે આ બાકી રહેલી વીજબિલની રકમની ચુકવણી કરવામાં નહીં આવે તો સમગ્ર અંકલેશ્વરમાં અને નગરપાલિકાની કચેરીમાં પણ અંધારપટ છવાઈ જવાની ભીતિ વિપક્ષી નેતાએ વ્યકત કરી છે.

* નગરપાલિકાનાં પદાધિકારીઓને વીજબિલમાં નહીં પરંતુ મલાઇદાર કામ કરવામાં રસ છે : વિપક્ષી નેતા ભુપેન્દ્ર જાની

અંકલેશ્વર નગરપાલિકાનું ફેબ્રુઆરી મહિનાથી આજદિન સુધીનું રૂ. 84 લાખ વીજબિલ બાકી છે. એમોએ આ લાઇટબિલ ભરવા અંગે અનેક વખત નગરપાલિકા પ્રમુખ અને અકાઉન્ટ વિભાગનું ધ્યાન દોર્યું છે પરંતુ અંકલેશ્વર નગરપાલિકાનાં સત્તાધારી પક્ષને કોન્ટ્રાકટરનાં મલાઇદાર કાર્યોમાં વધુ રસ હોય તેમ સ્વભંડોળની ગ્રાન્ટમાંથી કોન્ટ્રાકટરની ડિપોઝીટ અને કોન્ટ્રાકટરના બાકી બિલની ચુકવણી કરી છે. અહીં સ્ટ્રીટ લાઇટ અને અન્ય સરકારી કચેરીઓની કે પમ્પિંગ સ્ટેશનનાં વીજ જોડાણને જાણે સત્તાધીશોએ રામભરોસે છોડી દીધા છે. અંકલેશ્વર નગરપાલિકાનાં શાસકોની ઘોર બેદરકારીનાં કારણે શહેરને પાણી પહોંચાડતા જી.એન.એફ.સી. ખાતેનાં પમ્પિંગ સ્ટેશનનું કનેકશન કાપી નાંખવામાં આવ્યું છે અને આગામી સમયમાં જો આ બાકી રહેતું વીજબિલ ચૂકવવામાં નહીં આવે તો અંકલેશ્વર નગરપાલિકાની ઓફિસમાં પણ અંધારપટ છવાઈ જશે.


Share

Related posts

ઝઘડીયા તાલુકાના એક ગામે રહેતી સગીરાને યુવકે લગ્નની લાલચ આપી ભગાડી.

ProudOfGujarat

સીરત કપૂર મ્યુઝિકલ લવ સ્ટોરી ‘આકાશમ દતી વાસ્તવ’માં ભૂમિકા ભજવતી જોવા મળશે.

ProudOfGujarat

વડોદરા : ગોત્રી પ્રિયા સિનેમા રોડ પાસેથી ઇજાગ્રસ્ત હાલતમાં સિક્યુરિટી ગાર્ડનો મૃતદેહ મળી આવતા ખળભળાટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!