Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર GIDC પોલીસે 3 જુગારીને પકડી પાડયા.

Share

અંકલેશ્વર GIDC માં પોલીસ પેટ્રોલીંગ દરમ્યાન 3 જુગારી પકડાયા છે. પોલીસે રોકડ રકમ, મોબાઈલ ફોન અને વાહનો મળી કુલ રૂ.2,66,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આ બનાવની પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર ભરૂચ એલ.સી.બી. પી.આઇ. ના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બી. નાં પોલીસ ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે સમય દરમ્યાન એલ.સી.બી. ની GIDC કર્માતુર ચોકડી પાસે પ્લોટ નં. 7312/3 ખાતે આવેલ વિશ્વાસ ફાઇબ્રો ટેક ઇન્ડસ્ટ્રીયલ ઈકવીપમેન્ટની ઓફિસમાં ચાલતી જુગારની પ્રવૃત્તિ બાબતે ચોકકસ બાતમીનાં આધારે પોલીસે રેડ પાડી પોલીસે પત્તા-પાનાંથી રૂપિયાની હારજીતનો જુગાર રમતા 3 ઇસમો 1) પરેશ શંકરભાઇ પરમાર ઉં.વ 46 રહે. A-310 મીરા માધવ સોસાયટી, કોસમડી તા.અંકલેશ્વર જી.ભરૂચ 2) પ્રણયભાઈ કિરીટભાઇ પટેલ ઉં.વ. 34 રહે. મકાન નં.403/7 બી અલકાપુરી-1 અંકલેશ્વર GIDC તા. અંકલેશ્વર જી.ભરૂચ 3) રમેશ મણિભાઈ પટેલ ઉં.વ.38 રહે. RCL-48/01 500 કવાર્ટસ અંકલેશ્વર GIDC તા.અંકલેશ્વર જી.ભરૂચ મૂળ રહે.પિઠાઈ, મોટી ખડકી જી. ખેડા ઝડપી પાડયા છે. જેની પાસેથી પોલીસે રોકડ રકમ રૂ.18,000 અને જુગારનાં સાધનો તથા મોબાઈલ ફોન, વાહનો મળી કુલ રૂ. 2,66,000 નો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી ત્રણેય જુગાર રમતા ઇસમો વિરુદ્ધ જુગારધારાની કલમ મુજબ અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : જીતનગર ગામની સીમમાં રૂ.36,000 નાં ડ્રીપની પાઇપોની ચોરી થઈ.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના રંદેરી ગામે બેન્ડ વગાડવા બાબતે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો.

ProudOfGujarat

અંકલેશ્વર : જલધારા ચોકડી પાસે એક બુટલેગર XUV 500 ફોર વ્હીલર ગાડી અને ઇંગ્લિશ દારૂ મૂકીને ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!