Proud of Gujarat
FeaturedGujaratINDIA

શું અંકલેશ્વર નગરપાલિકામાં રૂ. 36 લાખનો ગેરવહીવટ થયો છે ? ક્યારે અને કેવી રીતે…??? જાણો વધુ…

Share

* કોવિડ-19 ને કારણે અમો નગરપાલિકા પર જતાં ન હતા તમામ વહીવટ પૂર્વ ચીફ ઓફિસરે કરેલ હોય તેવું કહી પ્રમુખ જવાબદારીથી છુટયા.

* અંકલેશ્વર નગરપાલિકાનાં ONGC દ્વારા અપાયેલ CSR ફંડમાં થયેલ ગેરવહીવટ અંગે વિપક્ષી નેતાની વિજિલન્સ તપાસની માંગણી.

Advertisement

* આવનારા દિવસોમાં અંકલેશ્વર સ્થિત કંપનીઓ દ્વારા આપવામાં આવતા CSR ફંડ કયાં વપરાય છે ? કેવી રીતે વપરાય છે ? શું તેનો ઉપયોગ સાચા અર્થમાં થયો છે ? તેવી ઘણી બાબતોનું ધ્યાન ફંડ આપતી કંપનીઓએ રાખવું રહ્યું, ONGC પણ કટકી ખાનાર સંસ્થાઓને દુર રાખી આ ફંડનો લોકઉપયોગી કાર્યોમાં વપરાશ કરે તેવી લોકમાંગ ઊભી થઈ છે.

અંકલેશ્વર નગરપાલિકામાં સતત બે ટર્મથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ભારતીય જનતા પાર્ટીનાં શાસનમાં કથિત ગેરવહીવટ થયાનું વિપક્ષનાં નેતા અને સભ્યોમાં ચર્ચાઇ રહ્યું છે. નગરપાલિકાનાં વિપક્ષનાં નેતાનાં જણાવ્યા અનુસાર તાજેતરમાં રૂ.10 લાખથી વધુ કિંમતની ગાડી ખરીદી અંગેનો ગેરવહીવટ સામે આવ્યો હતો. તાજેતરમાં સુરત કમિશ્નર સમક્ષ નગરપાલિકા નાં પ્રમુખએ ઉપસ્થિત રહી અને ખુલાસો માંગ્યો હતો. આ કિસ્સાની શાહી હજી સુકાઈ નથી તે પહેલા જ ફરી એક વખત અંકલેશ્વર નગરપાલિકા ચર્ચાના એરણે ચઢી છે અને વિપક્ષી નેતાએ જણાવ્યુ છે કે અંકલેશ્વર નગરપાલિકામાં CSR નાં ફંડનાં કાર્યોમાં 36 લાખ રૂપિયાનો ગેરવહીવટ થયાનો આક્ષેપ થઈ રહ્યો છે. તેવી વિગતો હાલ વિપક્ષી સભ્યોનાં મુખે ચર્ચાઇ રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર ખાતે ONGC દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબ્લીટી – CSR અંતર્ગત કોવિડ-19 ને ફેલાતો અટકાવવા અને લોકોના સ્વાસ્થ્ય ની જાણવણી માટે રૂ.36 લાખની ગ્રાન્ટ આપવામાં આવી હતી. આ ગ્રાન્ટનાં રૂપિયા ચૂકવાઈ તે પહેલા જ કોઈ કથિત નગરપાલિકાનાં વહીવટી અધિકારી દ્વારા ગેરવહીવટ થયાનું સામે આવ્યું છે. કોરોના વાઇરસને અટકાવવા માટે અને લોકોના આરોગ્યની જાળવણી માટે અંકલેશ્વર નગરપાલિકાને ONGC દ્વારા રૂ.36 લાખ ફાળવવામાં આવ્યા હતા આ રૂપિયા લોકોના સ્વસ્થ્ય અને આરોગ્યની જાળવણી માટે ઉપયોગ કરવાનું હોય પરંતુ વિપક્ષી સભ્યોનો એવો આક્ષેપ છે કે આ CSR ફંડ બાબતે કોઈ કથિત ગેરવહીવટ થયો હોય તેવી વિગતો બહાર આવી છે અને આ મુદ્દે વિપક્ષી નેતા દ્વારા આગામી દિવસોમાં વિજિલન્સ તપાસની પણ માંગણી કરાઇ છે. અહીં નોધનીય છે કે વર્ષોથી ભાજપનાં શાસકો સત્તા-પદથી વંચિત રહ્યા હતા આથી છેલ્લા 10 વર્ષનાં સમયગાળામાં અંકલેશ્વર નગરપાલિકા પર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારે નગરપાલિકાના પ્રમુખ સહિતનાં સભ્યો દ્વારા લોકોના સ્વસ્થ્યની જાળવણી કરવાના બદલે નગરપાલિકા ખોટા નિર્ણય લઈ નાણાં નો વ્યય કતા હોવાની ચર્ચા ચાલી રહી છે

*નગરપાલિકાનાં નિયમોને નેવે મૂકી વહીવટ કરતાં નગરપાલિકાનાં પ્રમુખ:- કોંગ્રેસનાં વિપક્ષી નેતા ભુપેન્દ્રભાઈ જાની

અંકલેશ્વર નગરપાલિકાનાં વિપક્ષનાં કોંગ્રેસનાં નેતા ભુપેન્દ્રભાઈ જાનીએ ટેલિફોનિક વાતચીત દ્વારા જણાવ્યુ હતું કે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા CSR ફંડનાં નામે વગર ઠરાવે રૂપિયા 36 લાખનો ગેરવહીવટ કરવામાં આવ્યો છે. દેશમાં જયારે લોકડાઉન હતું તે સમયે નગરપાલિકાને લોકોના આરોગ્યની જાળવણી માટે સેનિટાઈઝર અને માસ્કની ખરીદી માટે ONGC દ્વારા CSR ફંડની ફાળવણી કરવામાં આવી હતી. રૂપિયા 36 લાખના આ ફંડમાં કથિત ગેરવહીવટ થઈ હોવાની વિગતો પ્રકાશમાં આવી છે નગરપાલિકામાં કોઈપણ સમયે CSR ફંડની ફાળવણી કરવામાં આવે ત્યારે સામાન્ય સભામાં તેની મંજૂરી મેળવવાની હોય છે અને તેનો નિયમ એવો છે કે અગાઉ ઠરાવ કરેલ કામનો પ્રકાર એક જ હોવો જોઈએ. અહીં નગરપાલિકાની સામાન્ય સભામાં કોઈપણ જાતની મંજૂરી લેવામાં આવી નથી અને આ તમામ વિષયને ટેકનિકલ રીતે સમજવાની જરૂર હતી અને ત્યારબાદ બધાને વિશ્વાસમાં લઈને આ કામ કામગીરી કરવાની હતી જેને બદલે નિયમોને નેવે મૂકીને નગરપાલિકાનાં પ્રમુખે કામગીરી કરેલ હોય તેવા આક્ષેપો વિપક્ષી નેતાએ કર્યો છે.

*અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખએ કથિત ભ્રષ્ટાચારની વાતને નકારી કાઢી

અંકલેશ્વર નગરપાલિકામાં તાજેતરમાં CSR ફંડમાં થયેલ કથિત ગેરવહીવટ વિષે અંકલેશ્વર નગરપાલિકાનાં પ્રમુખ દક્ષાબેન શાહ સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવતા તેઓએ જણાવ્યુ હતું કે અંકલેશ્વર નગરપાલિકામાં તમામ વહીવટ સરકારી નિયમો મુજબ કરવામાં આવ્યો છે વિપક્ષી સભ્યો દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને આ તકે નગરપાલિકાના પ્રમુખે નકારી કાઢ્યા હતા તેમણે જણાવ્યુ હતું કે કોરોના કાળ જયારે ચરમસીમાએ હતો તે દરમ્યાન અમો નગરપાલિકામાં જતાં ન હતા અને CSR ફંડ બાબતે દરેક નિર્ણય પૂર્વ ચીફ ઓફિસરએ લીધેલ હતા હાલ અમો કથિત ભ્રષ્ટાચાર વિષે તેમની સાથે ટેલિફોનિક વાતચીત માટે સંપર્ક કરેલ પરંતુ તેમની સાથે વાત થઈ શકી નથી પૂર્વ વહીવટી અધિકારી સાથે વાતચીત થયા બાદ જ કથિત ભ્રષ્ટાચાર અંગે કોઈ આધારભૂત ખુલાસો કરી શકાશે.


Share

Related posts

હિટ એન્ડ રન : ભરૂચ લિંક રોડ પર ટ્રકની અડફેટે સાયકલ સવાર વ્યક્તિ મોતને ભેટ્યો, લોકો બોલ્યા દિવસે પણ ભારદાર વાહનો કેવી રીતે પ્રવેશે છે..?

ProudOfGujarat

ભાવનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓની મુદત પુર્ણ થતા આજે તેના નામની જાહેરાત કરવામાં આવી હતી

ProudOfGujarat

[04/07, 2:07 pm] Dinesh Bhai: ગુજરાતમાં અષાઢી બીજ નો તહેવાર ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે, અષાઢી બીજના દિવસે ઠેર – ઠેર જગન્નાથજીની રથયાત્રા પરિભ્રમણ કરતી હોય છે, ભરૂચમાં પણ જગન્નાથજીની રથયાત્રાનું પરિભ્રમણ નું આયોજન કરાયું હોય, જેના અનુસંધાને જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ ની સૂચના અનુસાર વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા હોય, જેમાં હોટેલ ગેસ્ટ હાઉસમાં પથિક સોફ્ટવેર માં એન્ટ્રી કરવી ફરજિયાત હોય આ પ્રકારે એન્ટ્રી ન કરનાર હોટલ તથા ગેસ્ટ હાઉસ ની તપાસ કરી ભરૂચ એસ.ઓ.જી ની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, તે દરમિયાન અંકલેશ્વર ના એક ગેસ્ટ હાઉસમાં પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવેલ ન હોય તેના મેનેજર સહિતના સમક્ષ કાયદેસરની કાર્યવાહી એસોજીની ટીમે હાથ ધરી હતી. ભરૂચમાં આગામી સમયમાં ભગવાન જગન્નાથજી ની રથયાત્રા નગરચર્યા કરવાની હોય, જેને લઇ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા વિવિધ પ્રકારે બહાર પાડવામાં આવેલા જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમનામાં ની અમલવારી માટે હોટલ, ગેસ્ટહાઉસ વગેરેની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવતી હોય તેની તલાસી લેવામાં આવી હતી. આ તલાસી લેતા અંકલેશ્વર ખાતે આવેલ મોનાર્ચ ગેસ્ટહાઉસ માં આવા- ગમન કરતા પ્રવાસીની પથિક સોફ્ટવેર માં કોઈપણ પ્રકારની એન્ટ્રી કરવામાં આવેલ ન હોય આથી SOG ની ટીમ દ્વારા સ્ટાફના માણસો સાથે રાખી ઝીણવટ પૂર્વકની તપાસ હાથ ધરતા રજીસ્ટર મુજબ એન્ટ્રી મળી આવેલ ન હોય આથી એસોજી ની ટીમે આ ગેસ્ટ હાઉસ ના મેનેજર જુબેર બશીર અહેમદ શેખ ઉંમર વર્ષ 34 રહે પીપળી ફળિયુ માલીવાડ ભરૂચ ને ઝડપી લઇ આગળ કાયદેસરની કાર્યવાહી એસઓજીની ટીમે હાથ ધરેલ છે. [04/07, 2:07 pm] Dinesh Bhai: પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરનાર અંકલેશ્વરના ગેસ્ટ હાઉસ સમક્ષ એસઓજીની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!