Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં 2 મહિલા બુટલેગરોને પકડી પાડતી પોલીસ.

Share

ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વર શહેર પોલીસે બે અલગ અલગ સ્થળેથી વિદેશી દારૂના જથ્થા સાથે બે મહિલા બુટલેગરોને ઝડપી પાડી હતી. તાજેતરમાં અવારનવાર પોલીસ દ્વારા દારૂ જુગારના દરોડા પાડવામાં આવે છે. આ અગાઉ 6 થી વધુ બુટલેગરોને પોલીસે પકડી પાડયા હતા ત્યારબાદ આજે પોલીસે અંકલેશ્વર વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે મહિલા બુટલેગરોને પકડી પાડતા આ વિસ્તારમાં જાતજાતની ચર્ચાઓ જાગી છે.

અંકલેશ્વર વિસ્તારમાં અવારનવાર વિદેશી દારૂના બુટલેગરોને પકડવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવે છે. તાજેતરનાં આ બનાવમાં પોલીસને ચોકકસ બાતમી મળી હતી આથી તે સમયે અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પ્રોહિબિશન ડ્રાઈવમાં હતો તે દરમિયાન બાતમીના આધારે ગોયા બજારમાં રહેતી મહિલા બુટલેગર સુનંદાબેન સુભાષભાઈ મોદીના ઘરે દરોડો પાડયો હતો તે દરમિયાન પોલીસને વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને પોલીસે સ્થળ તપાસ દરમ્યાન મળેલ વિદેશી દારૂનાં જથ્થા સાથે પકડી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

તેમજ વિદેશી દારૂનાં બુટલેગરને પકડી પાડવાના અન્ય એક બનાવમાં પોલીસને ચોકકસ બાતમી મળી હતી કે ચોકસી બજારમાં એક મહિલા બુટલેગરનાં ત્યાં વિદેશી દારૂનો જથ્થો પડેલ હોય આથી પોલીસે આ બાતમીનાં આધારે ચોકસી બજારના પીપલા ખડકીમાં રહેતા મહિલા બુટલેગર દક્ષાબેન અરવિંદભાઈ મહેતાના ઘરે દરોડો પડયો હતો આ દરોડા દરમ્યાન પોલીસને દક્ષાબેનના ઘરેથી વિદેશી દારૂની બોટલ નંગ 20 મળી આવી હતી. આથી પોલીસે કુલ રૂ.2 હજારથી વધુનો મુદ્દામલ કબ્જે કરી આ મહિલા બુટલેગરને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હાલ નવરાત્રિ પર્વ ચાલી રહ્યું છે રેન્જ આઈ.જી. હરિકૃષ્ણ પટેલ અને ભરૂચના પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાં માર્ગદર્શન હેઠળ દારૂ જુગારની ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે આ ડ્રાઈવ દરમ્યાન ભરૂચ અને અંકલેશ્વરનાં આઠથી વધુ પુરુષ અને મહિલા બુટલેગરોને પોલીસે પકડી પાડયા છે. તાજેતરમાં અંકલેશ્વર પોલીસે બે મહિલા બુટલેગરોને પકડી પાડી છે. અહીં ઉલ્લેખનીય છે કે ભરૂચ અંકલેશ્વર વિસ્તારમાં દારૂના બુટલેગરો બેફામ બન્યા હોય પોલીસનો દારૂના બેફામ બનેલા બુટલેગરોને નાથવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.


Share

Related posts

અંકલેશ્વર જી.આઈ.ડી.સીની કેમેટ વેટસ એન્ડ ફલો પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાં સીસીટીવી કેમેરાનું વાયરિંગ કરી રહેલા ઈલેક્ટ્રીશયનને વીજ કરંટ લાગતા તેનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું

ProudOfGujarat

વાંકલ : દિલ્હીમાં બાળકી ઉપર દુષ્કર્મ આચરનાર નરાધમોને ફાંસીની માંગ સાથે વાલ્મિકી સમાજ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને મામલતદારને આવેદનપત્ર.

ProudOfGujarat

દાહોદ જીલ્લામાં ભારત બંધ ને મિશ્ર પ્રતિકાર કોગ્રેસ દ્વારા દુકાનો બંધ કરાવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!