ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વર તાલુકાનાં ભરણ, પુનગામ અને ખરોડ ગામની સીમમાંથી વીજ વાયર, વીજ ટ્રાન્સફોર્મર મળી કુલ 1.69 લાખથી વધુના મુદ્દામાલની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે. અવારનવાર વીજ વાયરોની ચોરીઓ અને ટ્રાન્સફોર્મ પણ ચોરાતા હોય છે. વીજની ચોરી કરતાં બેફામ બનેલા તત્વો પર તંત્ર દ્વારા આખરે કડક કાર્યવાહી કયારે હાથ ધરાશે.
અંકલેશ્વર તાલુકાનાં ભરણ ગામમાં રહેતા મંજુલાબેન ધીરજસિંહનું ગામની સીમમાં ખેતર આવેલ છે જે ખેતરમાં વીજ લાઇન નાંખવામાં આવી છે જે વીજ લાઇન પરથી 55 કંડક્ટર મળી 1560 મીટર વાયરની ચોરી કરી અજાણ્યા ઇસમો ફરાર થઈ ગયા હતા. આ રીતે અનેક વખત ખેતરમાં વીજ લાઈનો નાંખવામાં આવે છે. સરકાર દ્વારા ખેડૂતોને વિવિધ યોજના અંતર્ગત સિંચાઇ માટે વીજ પુરવઠો આપવામાં આવે છે. જેનો અહીં લોકો દ્વારા દુરઉપયોગ કરવામાં આવતો હોય તેવું આ પ્રકારનાં કિસ્સાઓ સામે આવતા ફલિત થાય છે.
આવો એક અન્ય કિસ્સો પુનગામની સીમમાં આવેલ વિરેન્દ્રસિંહ પટેલના ખેતરમા સ્થિત વીજ કંપનીની લાઇન પરથી 3300 મીટર વાયર મળી કુલ 1.52 લાખના વાયરની ચોરી કરી અજાણ્યા ઇસમો ફરાર થઈ ગયા હતા. જ્યારે ખરોડ ગામ પાસે આવેલ રિલાયન્સ કંપનીના ટાવર માટે મુકેલ વીજ ટ્રાન્સફોર્મરને નિશાન બનાવી ડીપી ચોરો ઓઇલ અને સ્ટડ તેમજ કોપરની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ત્રણેય વીજ ચોરી અંગે તાલુકા પોલીસે રૂપિયા 1.69 લાખથી વધુની ચોરીની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે.