Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : આશાસ્પદ યુવતીએ તળાવમાં કૂદકો મારી જીવન ટૂંકાવ્યું. ??? જાણો વધુ…

Share

– આપધાત કિસ્સામાં પ્રેમપ્રકરણ કારણભૂત હોવાનું ખૂલ્યું.

– મધ્યપ્રદેશ જાંબુવાની યુવતીએ પ્રેમપ્રકરણનાં કારણે તળાવમાં જંપ લાવ્યું.

Advertisement

– પરિવારજનોમાં યુવતીનાં મોતથી ઘેરા શોકની લાગણી.

ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વર ગાર્ડન સિટી નજીક આવેલ તળાવમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. આ બનાવથી અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. આપધાતનાં આ બનાવમાં પ્રેમપ્રકરણ કારણભૂત હોવાનું માનવમાં આવે છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ગઇકાલે ગાર્ડન સિટી પ્લોટ નજીક લોકોએ તળાવમાં કોઈ યુવતીનો મૃતદેહ તરતો દેખાતા તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસ દ્વારા ગાર્ડન સિટીનાં તળાવ પર પહોંચી આ યુવતીનાં મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની ઓળખ થતાં જાણવા મળ્યું હતું કે ગીતાબેન ખાતુભાઈ ડામોરનાં ઉં.વ. 19 ની યુવતી હાલ તેઓ ગાર્ડન સિટી જીતાલી સીમ GIDC નજીક રહેતા હોય મૂળ રહે. થાન્દલા જી.જાંબુવા (એમ.પી.) હોય તેઓ ગત મોદી સાંજે ગાર્ડન સિટી પાછળ આવેલા તળાવ પર ઘરે કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર પહોંચ્યા હતા અને તળાવમાં કૂદકો મારી જીવન ટૂંકાવ્યું હતું.

વધુ મળતી વિગતો અનુસાર ગીતા ખાતુભાઈ ડામોરને શૈલેષ વસાવા રહે.ગાલિબા તા.નેત્રંગ સાથે પ્રેમ સંબંધ હોય પોતાના આ પ્રેમસંબંધની જાણ કુટુંબીજનોને થઇ જશે તેવા ભય સાથે અંકલેશ્વરનાં ગાર્ડન સિટી પાછળ આવેલ તળાવમાં કૂદકો મારી જીવન ટૂંકાવ્યું હતું. આ આશાસ્પદ યુવતીનાં મોતથી તેમના પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે. આ બનાવની આગળની કાર્યવાહી અંકલેશ્વર GIDC પોલીસ કરી રહી છે.


Share

Related posts

અમદાવાદના સરખેજ વિસ્તારમાં મકાનમાં ગેસના ગીઝરમાં આગ લાગતાં પાંચથી વધુ લોકો દાઝયા

ProudOfGujarat

મેરી મીટ્ટી, મેરા દેશ : આગામી સ્વતંત્રતા પર્વની ઉજવણી સંદર્ભે ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

ProudOfGujarat

વડોદરામાં પોલીસે ગાંજાના જથ્થા સાથે 3 આરોપીની કરી ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!