– અંકલેશ્વર વિસ્તારમાં કયારે મળશે શુદ્ધ પાણી ?
– ઔદ્યોગિક એકમોનું કોઈ કેમિકલ પાણીમાં ભળી જતાં સારંગપુર શાંતિનગરમાં મળે છે દુર્ગંધ યુકત પાણી.
– આખરે આ સમસ્યાનું નિરાકરણ કયારે ? હાલ અંકલેશ્વરનાં રહેવાસીઓમાં ચર્ચાતો પ્રશ્ન ?
ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વર GIDC ઉદ્યોગો દ્વારા અવાર-નવાર કેમિકલવાળું પાણી છોડવામાં આવે છે જેના કારણે અંકલેશ્વરના સ્થાનિકોમાં ફરિયાદ વ્યાપી છે કે છેલ્લા અઠવાડિયાથી ઘરોમાં દુર્ગંધ અને કેમિકલયુકત પાણી મળે છે.
અંકલેશ્વરના સારંગપુરના શાંતિનગર-2 માં છેલ્લા એક સપ્તાહથી દુર્ગંધયુકત કેમિકલવાળું પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠી છે. અહીંના રહેવાસીઓ જણાવે છે કે કલરવાળું અને દુર્ગંધયુકત પાણી અમોને મળે છે. આ પ્રકારનાં દુર્ગંધયુકત પાણી અમારા ઘરોમાં આવે છે. અનેક વખત આવું બને છે અંકલેશ્વરમાં મસમોટા અનેક ઔદ્યોગિક એકમો આવેલા હોય આ અંગે અનેક વખત એમોએ GPCB ને અમારા ઘરોમાં દુર્ગંધયુકત પાણી આવતું હોવાની ફરિયાદો કરી છે. પરંતુ GPCB દ્વારા કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા અમારે આ પ્રકારનું દુર્ગંધ-કેમિકલ યુકત પાણી અમારા ઘરોમાં આવતું હોય છે. તો અમો ઘરનાં વપરાશમાં લેવાતું આ પાણીથી કેવી રીતે જીવનનિર્વાહ કરી શકીએ ?
અહીં નોંધનીય છે કે અંકલેશ્વર વિસ્તારનાં રહેવાસીઓનાં જણાવ્યા અનુસાર આ અગાઉ પણ અનેક વખત સ્થાનિકોના ઘરે દુર્ગંધવાળું પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠી છે. હાલનાં તબકકે સતત એક સપ્તાહથી સ્થાનિકોને દુર્ગંધવાળું પાણી મળતા અહીંનાં રહેવાસીઓમાં ભારે રોષની લાગણી પ્રસરી જવા પામી છે. આ વિસ્તારમાં અનેક ઉદ્યોગો કાર્યરત હોય અહીં વિવિધ પ્રકારનાં કેમિકલો કંપનીઓ દ્વારા છોડતા હોય છે તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. આ કેમિકલો છોડવામાં આવતા પ્રદુષિત પાણી અમોને ઘરોમાં મળે છે. અમો અંકલેશ્વરનાં રહેવાસીઓ દ્વારા અનેક વખત GPCB ને પણ આ અંગે રજૂઆત કરી છે પરંતુ GPCB દ્વારા ઉદ્યોગો સામે કોઈ કડક કાર્યવાહી આખરે કેમ ? હાથ ધરાતી નથી ? તેવા પણ પ્રશ્નો અહીં સર્જાયા છે ? સ્થાનિકો દ્વારા આ અંગે જણાવાયું છે કે અમારા ઘરોમાં એક સપ્તાહથી દુર્ગંધ યુકત પાણી આવતા અમો વપરાશમાં લેવામાં આવતું આ પાણીનો ઉપયોગ રોજિંદા વપરાશમાં લઈ શકતા નથી. આખરે અમારે રોજિંદા વપરાશનું પાણી કયાંથી મેળવવું ? રોંજીદા વપરાશનું પાણી એ અનેક રીતે જરૂરી હોય છે ” જળ હી જીવન ” એવું કહેવાઈ છે પરંતુ અમારે તો રોજિંદા વપરાશનાં પાણી માટે પણ અનેક રજૂઆતો કરવી પડે છે. કોઈ કારણોસર કંપનીઓનાં છોડાતા કેમિકલ પાણીમાં ભળી જવાથી અમોને છેલ્લા એક સપ્તાહથી દુર્ગંધ યુકત પાણી મળે છે. આખરે અમારે શુદ્ધ પાણી મેળવવા માટે શું કરવું જોઈએ તેવા અનેક પ્રશ્નો અંકલેશ્વર વિસ્તારના રહેવાસીઓના મુખે હાલ ચર્ચાઇ રહ્યા છે.