Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નગરપાલિકામાં પ્રજાનાં રૂપિયાનો થયો વેડફાટ ? જાણો વધુ…

Share

– સત્તાધારી ભાજપ સરકારે બહુમતીનાં જોરે નગરપાલિકા એકટની કરી અવગણના.

– પ્રજાનાં રૂપિયાનો કરેલ વેડફાટ આખરે કોણ ભોગવશે ? શું સત્તાધારી પક્ષ પાસે છે ? આનો જવાબ

Advertisement

– નગરપાલિકા એકટની કલમ 37, 37(1) અને કલમ 70 મુજબની હાથ ધરાઇ કાર્યવાહી.

અંકલેશ્વર નગરપાલિકામાં સરકારી નિયમ અને પરિપત્રની અવગણના કરીને રૂ.10 લાખથી ઉપરની ગાડી ખરીદ કરેલ હોય અને સત્તાનો દુરપયોગ થયેલ હોય આથી નગરપાલિકા અધિનિયમ મુજબની કાર્યવાહી કરવા અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ મીનાબેન નગીનભઇ પટેલ, ઉપપ્રમુખ સભ્યોને પ્રદેશિક કમિશ્નરની કચેરી દ્વારા કારણ દર્શક નોટિસ પાઠવવામા આવી છે. આ તમામ વિગતો નગરપાલિકાનાં વિપક્ષી નેતા ભુપેન્દ્ર જાની સાથે વાતચીત કરતાં જાણવા મળી હતી.

અંકલેશ્વર નગરપાલિકામાં પ્રમુખ મીનાબેન નગીનભઇ પટેલ, ઉપપ્રમુખ અને સભ્યો ફરજ બજાવતા હોય નગરપાલિકામાં ગાડી ખરીદી અંગે બહુમતીનાં જોરે રૂ.10 લાખથી વધુની કિંમતની ગાડી ખરીદવાનો ઠરાવ પસાર થયો હોય ભાજપનાં નગરપાલિકાનાં શાસકો, નગરપાલિકા અધિનિયમ 1963 ની કલમ 37, 37(1) અને 70 મુજબની કાર્યવાહી સાઉથ ઝોન કમિશ્નરની કચેરી સુરત ખાતે ચાલતી હોય જેમાં વિપક્ષી નેતાએ વિગતો આપી છે કે નગરપાલિકા એકટ અનુસાર કોઈપણ નગરપાલિકા હોય તો તેઓએ રૂ. 10 લાખ સુધીની ગાડી ખરીદી શકે છે પરંતુ જો રૂ.10 લાખથી વધુની કિંમતની ગાડી હોય તો સક્ષમ ઓથોરીટીની મંજૂરી મેળવવી આવશ્યક છે. અહીં અંકલેશ્વર નગરપાલિકાનાં ભાજપનાં સભ્યોએ બહુમતીનાં જોરે તા.30-1-2017 નાં રોજ ઠરાવ નં.135 થી બહુમતીનાં જોરે રૂ.17 લાખની કિંમતની “ઇનોવા” કાર ખરીદી કરેલ હોય. નગરપાલિકા એકટ અને સરકારી નિયમની અવગણના કરી સક્ષમ ઓથોરીટીની કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર રૂ.10 લાખથી વધુ કિંમતની ગાડી ખરીદી હોય આથી સત્તા પક્ષનાં જે-તે સમયે નગરપાલિકા બોર્ડમાં જે સભ્યોએ ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હોય તે તમામ સભ્યો પાસેથી ગાડીની કિંમત વસૂલ કરવામાં આવવી જોઈએ તેવું વિપક્ષી નેતા ભુપેન્દ્રભાઈ જાની સાથેની વાતચીતમા તેઓએ જણાવ્યુ હતું.

ગુજરાત નગરપાલિકા એકટ અનુસાર જે-તે વિસ્તારમાં નગરપાલિકાનાં સભ્યને સરકારી નિયમો અને પરિપત્ર અનુસાર ગાડીની ખરીદી કરવાની હોય છે. અહીં અંકલેશ્વર નગરપાલિકાનાં પ્રમુખ મીનાબેન નગીનભઇ પટેલ, ઉપપ્રમુખ અને સભ્યો દ્વારા બહુમતીનાં જોરે રૂ.17 લાખ જેવી માતબર રકમ પરિપત્રની અવગણના કરીને ગાડીની ખરીદીમાં રૂપિયાનો વેડફાટ કરેલ હોય આથી કોઈપણ જાતની પૂર્વ મંજૂરી વગર માત્ર બહુમતીનાં જોરે આ નિર્ણય લીધેલ હોય આથી આગામી તા.5/11/2020 નાં રોજ સાઉથ ઝોન કમિશ્નરની કચેરી સુરત ખાતે પ્રમુખ મીનાબેન નગીનભઇ પટેલ ઉપસ્થિત રહી લેખિત રજૂઆત કે ખુલાસો કરવો અન્યથા આ કાર્યવાહીમાં આપ આગળ કશું કહેવા માંગતા નથી તેવું સમજીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અહીં નોંધનીય છે કે ભાજપનાં શાસનમાં બહુમતીનાં જોરે આવા તો અનેક નિર્ણયો લેવાતા હશે ? અહીં નગરપાલિકાનાં વિપક્ષી નેતા દ્વારા માત્ર વગર મંજૂરીએ લીધેલી ગાડીની વાતનું ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં ગાડીની મર્યાદા બહાર જઈને સત્તાધારી પક્ષનાં સભ્યોએ ગાડીની ખરીદી કરી છે અને પ્રજાના રૂપિયાનો વ્યય કર્યો છે ? આવું તો અન્ય અનેક કિસ્સાઓમાં થતું હશે ભાજપ સરકારનાં રાજમા નેતાઓ, મંત્રીઓ લ્હેર કરતાં હોવાનું ઘણીવાર ચર્ચામાં આવ્યું છે તો બીજી તરફ ગરીબ અને ભોળી પ્રજા પાસેથી ટેકસની વસૂલાત કરાઇ છે. પ્રજાનાં રૂપિયાનો આવો તો કેટકેટલી રીતે વેડફાટ થતો હશે ?


Share

Related posts

ભરૂચ : ગેરકાયદેસર રીતે લીધેલ ડ્રેનેજ કનેકશનને બંધ કરવા ભરૂચ નગરપાલિકાની જાહેર નોટિસ…

ProudOfGujarat

સુરત : પાંડેસરામાં બપોરનાં સમયે એક બંધ મકાનનું તાળું તોડી ચોર ઈસમ સોના ચાંદીના દાગીના સહિત રોકડા રૂપિયાની ચોરી કરી પલાયન થઇ ગયો.

ProudOfGujarat

સતત ત્રીજી ટર્મ માટે સમશાદ અલી સૈયદને વિપક્ષ નેતા તરીકેની જવાબદારી, લોકહિતના પ્રશ્નો માટેની લડતને પગલે બિનહરીફ વરણી ભરૂચ નગર પાલિકાનાં વિપક્ષના નેતા તરીકે સમશાદ અલી સૈયદ ત્રીજી વાર ચૂંટાયા છે. પાછલી બે ટર્મમાં સત્તાના સામા વહેણે લોક હિતના પ્રશ્નો માટે લડત લડતા સમશાદ અલી સૈયદ પર સાથી સભ્યોએ ફરી એકવાર ભરોસો મુક્યો છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યલય ખાતે વિપક્ષના તમામ સભ્યોએ એક સૂરમાં વિપક્ષ નેતા તરીકે સમશાદ સૈયદને યથાવત રાખવાનો મત દર્શાવતા તેમની બિન હરીફ વરણી થઈ છે. કોંગ્રેસની વિધાર્થી પાંખ એન એસ યુ આઈમાં સામાન્ય કાર્યકર તરીકે હક્ક અને અધિકાર માટે લડતા સમશાદ અલી સૈયદ નગરપાલિકાનાં વોર્ડ નંબર 2 માં પ્રથમવાર 2015માં જંગી મતથી જીતી આવ્યા હતાં. 2018માં પ્રથમવાર વિપક્ષ નેતા તરીકે તેમની વરણી થઈ હતી. વિપક્ષના નેતા તરીકે શહેરના લોકોને સ્પર્શતા રોડ, રસ્તા, લાઈટ, ગંદકી, પાણીના નિકાલ જેવા પ્રશ્નો માટે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે. આ ઉપરાંત નગરપાલિકાનાં કર્મચારીઓના પ્રશ્ન માટે પણ તેઓએ અનેકવાર રજૂઆત કરી છે. કાર્યકાળ દરમિયાન સામાન્ય સભામાં ધારદાર દલિલો અને રજૂઆતથી અને ભ્રષ્ટાચાર ઉજાગર કરવાથી તેમણે સત્તા પક્ષને મૂંઝવણમાં મૂક્યા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને તેમની પ્રજાલક્ષી રાજનીતિ તેમજ વલણને જોઈ ત્રીજીવાર વિપક્ષના નેતા તરીકે બિન હરીફ ચૂંટાય આવ્યા છે. વિપક્ષ નેતા તરીકે થયેલી પસંદગી અંગે ખૂશી વ્યક્ત કરતા તેઓએ તેમના વોર્ડના નાગરીકો, શહેરની જનતા , સાથી નગરસેવકો તેમજ કોંગ્રેસ પ્રદેશ મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં પણ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની તત્પરતા દાખવી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!