Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

કેવી રીતે પોલીસને મળી બનાવટી જાલીનોટો જાણો વધુ…???

Share

*આરોપી સુરત થી અંકલેશ્વર પહોંચ્યો ખરીદી કરવા પરંતુ રસ્તામાં જ પકડાઈ ગયો
*નેશનલ હાઇવે 48 પર પોલીસને ચોક્કસ બાતમી મળતા સતત વોચ ગોઠવી હતી
*અલગ-અલગ સીરીયલ નંબર ની ભારતીય બનાવટની રૂપિયા ૫૦ ની ચલણી નોટો જાતે બનાવતો હોવાની વિગતો ખુલી
ભરૂચ એસ.ઓ.જી પોલીસે બનાવટી ચલણી નોટ શોધી કાઢી છે રેન્જ આઈ.જી ની સૂચના તથા ભરૂચ ના પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમની સૂચના થી એસ.ઓ. જી પોલીસે બાતમીના આધારે બનાવટી ચલણી નોટો પકડી પાડી છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસ અધિક્ષક ભરૂચ ની સૂચના અનુસાર બનાવટી ચલણી નોટો બજારમાં વપરાશકર્તા હેરાફેરી કરતાં બાંગ્લાદેશી તેમજ અન્ય ઇસમોની પ્રવૃત્તિ ઉપર વોચ રાખતા એસ.ઓ.જી પોલીસ ઇન્સ્પેકટર પી.એન. પટેલ ને બાતમીદારો નો સંપર્ક કરતા બાતમી મળેલ તા.૧૭-૧૦-૨૦૨૦ રોજ સુરત થી હોન્ડા સી.બી યુનિકોન કાળા કલરનું મોટર સાયકલ નંબર GJ-05-SY-4060 ઉપર એક ઈસમ બનાવટી ચલણી નોટો લઈને અંકલેશ્વર આન્સર માર્કેટ માં ખરીદી કરવા આવનાર છે. જે હકીકતના આધારે સુરત થી અંકલેશ્વર તરફ આવતા નેશનલ હાઇવે નંબર 48 ઉપર પોલીસ સ્ટાફ સાથે છૂટા છવાયા ગોઠવાઈ જઈ આ મોટર સાયકલ પર વોચ રાખી હતી. અને આ મોટર સાયકલ નેશનલ હાઈવે 48 ઉપર આવેલ હોટલ પરિવાર નજીક રોડ ઉપર મોટર સાયકલને રોકી લઈ મોટર સાયકલ ચાલકનું નામ પુછતાં તેણે પોતાનું નામ જીગ્નેશ નટુભાઈ રાણીગા રહે. મોરથાણા ગામ તાલુકો.કામરેજ જીલ્લો સુરત મૂળ.રહે નંદનવન સોસાયટી કાળીયા બીડ ભાવનગર હોવાનું જણાવ્યું હતું. તેની પાસેથી થેલીમાં તપાસ કરતા તે થેલીમાં રૂપિયા ૫૦ ના દરની અલગ- અલગ સીરીયલ નંબરની ભારતીય બનાવટની ચલણી નોટો નો જથ્થો જણાઈ આવતા તે જોતા પ્રથમદ્રષ્ટિએ જ બનાવટી ચલણી નોટો નજીકમાં લાગતા નજીક માં આવેલ બેન્ક ઓફ બરોડના મેનેજર દ્વારા આ ચલણી નોટોની તપાસ કરતા આ ચલણી નોટો બનાવટી અને જાલી હોવાનું જાણવા મળ્યું હતું. અલગ-અલગ સિરિયલ નંબર ની ગેરકાયદેસર ની ભારતીય બનાવટની ખોટી ચલણી નોટો રૂપિયા ૫૦ ના દરની કુલ 5644 નોટો કુલ કિંમત રૂપિયા 2,82,200 ના મૂલ્યની બનાવટી ખોટી ચલણી નોટો 50 ના દરની જે પોતે જાતે બનાવેલ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવટી જાલી નોટો લઈ પોતે અન્સાર માર્કેટ અંકલેશ્વર ખરીદી કરવા આવેલ હોવાનું આરોપી જીગ્નેશ નટુભાઈ રાગણીએ જણાવ્યું હતું આ બનાવટી ચલણી નોટો બનાવનાર જાતે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે. આ બનાવમાં પોલીસે ચલણી બનાવટી નોટો 2,82,200 એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5000 તથા મોટર સાયકલ કિંમત રૂપિયા પચાસ હજાર મળી કુલ કિંમત 3,37,200 નો મુદ્દામાલ પકડી પાડયો છે. અને આરોપી જીગ્નેશ નટુભાઈ રાણીગા સામે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ઈપીકો કલમ 489એ, 489બી, 489સી,489ડી મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં પી.આઇ પી.એન.પટેલ, પોલીસ ઇન્સ્પેકટર એન.જે.ટાપરિયા, પોલીસ ઇન્સ્પેક્ટર પી.આર.ગઢવી સહિતનાઓ એ સદર કામગીરી કરી હતી.

Advertisement

Share

Related posts

આજરોજ દહેજ જી.આઈ.ડી.સી. માં આવેલ ATG ટાયર કંપનીમાં કામ કરતા કામદારોને લોક ડાઉનનાં સમયનો પગાર ના મળતા રોડ પ્લાન્ટ બંધ કરીને રોડ પર ઉતર્યા હતા .

ProudOfGujarat

અંકલેશ્વરમાં રિક્ષામાં વહન થતું વિદેશી દારૂ ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ.રૂપિયા ૫૯૦૦૦ ઉપરાંતની મતા જપ્ત …

ProudOfGujarat

ભરૂચ : ગણેશ સુગરનાં વહીવટકર્તાઓની અરજી હાઇકોર્ટે ફગાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!