પ્રાપ્ત મળતી વિગતો અનુસાર ફરિયાદી સોહેલ સિદ્દીક ચૌધરી ગત તારીખ:-22/11/2019 ના રોજ પોતાના કબજામાં રહેલ એક હ્યુન્ડાઈ કંપનીની આઇ 20 સ્પોર્ટસ ગાડી લઈને ઝઘડિયા સ્થિત બાવાગોર દરગાહ ખાતે જુમ્માની નમાજ અદા કરવા માટે ગયા હતા પરત ફરતી વખતે દઢાલ ફાટક નજીક ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલ નાસીર શાહ દ્વારા ફરિયાદીની ગાડીમાં બેસી અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક આવ્યા હતા. જ્યાં ફરિયાદીને “તુ સીટી પોલીસ સ્ટેશનમાંથી ફોન આવે છે ત્યારે ઉપાડ તો કેમ નથી” કહી અભદ્ર ભાષામાં ગાળો બોલી ફરિયાદીની ગાડી તેમજ ગાડીમાં રહેલ એક લાખ વીસ હજાર રૂપિયા બળજબરીપૂર્વક મેળવીને ફરાર થઈ ગયો હોવાના ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અગાઉ પણ ચેક બાબતે આરોપી અને ફરિયાદી નો કેસ અંકલેશ્વર કોર્ટમાં ચાલતો હોવાનું જાણવા મળ્યું છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર ગત તારીખ:-22/11/2019 ના રોજ ફરિયાદી પાસેથી ગાડી અને પૈસા બળજબરીપૂર્વક મેળવી લેવામાં આવ્યા હતા જ્યારબાદ સમાધાન માટે આગેવાનોને આગળ કર્યા હોવા છતાં સમાધાન ના થતા આજરોજ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક એક યુવાન પાસેથી 1,20,000 બળજબરીપૂર્વક લઈ ગયા હોવાની ફરિયાદ અંકલેશ્વર શહેર પોલીસ મથકે નોંધાવવા પામી છે.
Advertisement