Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

અંકલેશ્વર : રૂરલ પોલીસે 2 જુગારીઓને ઝડપી પાડયા, હજારોનો મુદ્દામાલ કબ્જે, જાણો વધુ.

Share

અંકલેશ્વર રૂરલ પોલીસને બાતમીનાં આધારે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન જાહેરમાં જુગાર રમતા 2 જુગારીને કબ્જે કર્યા છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર રૂરલ પોલીસ દઢાલ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં દઢાલ ગામનાં ફળિયામાં યાશીન નામનો શખ્સ જાહેરમાં આંક ફરકના આંકડા લખી લખાવી હારજીતનો જુગાર રમાડે છે. તે બાતમીનાં આધારે નાયબ પોલીસ અધિક્ષક એમ.પી.ભોજાણીનાં માર્ગદર્શન હેઠળ પોલીસે રેડ પાડતા અંકલેશ્વરનાં રોયલ રેસિડન્સી ખાતે જાહેરમાં આંક ફરકનાં આંકડાનું જુગાર રમતા યાશીન ગુલામ (ઉં.44) રોયલ રેસિડન્સી અંકલેશ્વર અને પ્રતિકસિંહ અજીતસિંહ ચૌહાણ ઉં.22 નવાપૂણા ગામ નિશાળ ફળિયું, અંકલેશ્વર બંને જુગાર રમતા રમાડતા હોય જેને પોલીસે સ્થળ પર જ જુગાર રમવાના સાધનો સાથે પકડી પાડેલ હોય રોકડ રકમ રૂ.11,300 તથા જુગાર રમવાના સાધનો સહિત બંને આરોપીને પોલીસે કબ્જે કરી જુગારધારાની કલમ -12 મુજબની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દરોડામાં પી.આઇ.એ.પી.સીસોદિયા, પો.સ.ઇ. પી.આર.ગઢવી, એ.એસ.આઇ. હરભમસિંહ જયવિરસિંહ સહિતનાં સ્ટાફે કામગીરી કરી હતી.

Advertisement

Share

Related posts

નેત્રંગનાં શણકોઈ ગામના પાટિયા નજીક દારૂની હેરાફેરી કરતા બે ઇસમો ઝડપાયા

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં કાંઠા વિસ્તારના લોકોને સાવચેત રહેવા જિલ્લા કલેકટરનું ટવીટ.

ProudOfGujarat

અંકલેશ્વર નોબેલ સ્ટીલ ખાતે 77 માં સ્વત્રંત દિવસની આન બાન શાન સાથે ઉજવણી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!