Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકાનાં ખરોડ ગામ ખાતે તસ્કરોનો તરખાટ.

Share

અંકલેશ્વર તાલુકાનાં ખરોડ ગામ ખાતે ઉપરાચાપરી ઘરફોડ ચોરીઓનાં બનાવો બની રહ્યા છે. વારંવાર બનતા ચોરીનાં બનાવોનાં પગલે લોકો એવી ચર્ચા કરી રહ્યા છે કે તસ્કરો જાગી રહ્યા છે ત્યારે પોલીસતંત્ર ઊંધી રહ્યું છે. ખરોડ ગામ ખાતે વારંવાર ચોરીનાં બનાવો બની રહ્યા છે. ત્યારે અંકલેશ્વર તાલુકાનાં ખરોડ ગામમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું આ ઘરફોડ ચોરીનાં બનાવ અંગે સીસીટીવીનાં ફૂટેજ હોવા છતાં અંકલેશ્વર તાલુકા પોલીસને કોઈ સફળતા પ્રાપ્ત થઈ નથી.

અગાઉની ચોરીઓ અન ડિટેકટ રહી છે ત્યાં બીજી એક ચોરીનો બનાવ બન્યો છે જેના પણ સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. આ બાબત જોતાં ખરોડ પંથકનાં બંધ મકાનની રેકી તસ્કરો દ્વારા થતી હોવાનું તારણ કઢાઈ રહ્યું છે ત્યારે સીસીટીવી ફૂટેજનાં ફાયદા અંકલેશ્વર તાલુકા પોલીસ લઈ રહી નથી જયારે બીજી તરફ ખરોડ ગામમાં તસ્કરોનો ભય વ્યાપી ગયો છે. પેટ્રોલીંગનાં નામે સરકારી વાહનોનાં ઈંધણ ફૂંકતી અંકલેશ્વર રૂરલ પોલીસ તસ્કરોને તાત્કાલિક ઝડપી લે તેવી લોકમાંગ ઊભી થઈ છે.

Advertisement

Share

Related posts

બનાવટી દસ્તાવેજનું પ્રકરણ ફરી એક વખત ધુણિયું : મહિલા આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

કિમ રેલ્વે સ્ટેશન ખાતેથી ચોરીના મોબાઈલ ફોન સાથ ઈસમને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

ભરૂચ ખાતે સ્વરોજગારલક્ષી જન શિક્ષણ દ્વારા તાલીમ વર્ગની શરૂઆત કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!