Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર રાજપીપલા ચોકડી પાસે ટ્રક અને કન્ટેનર વચ્ચે અકસ્માત થતા ભરૂચ સુધી ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા.

Share

અંકલેશ્વર-રાજપીપળા ચોકડી પાસે વડોદરા તરફ જવાના માર્ગ પાસે આવેલ વર્ષા હોટલ પાસે અકસ્માત સર્જાતા ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાવા પામી છે. નેશનલ હાઇવે નંબર 48 ઉપર આવેલ રાજપીપળા ચોકડી નજીક વર્ષા હોટલ પાસે યુ ટર્ન પાસે અકસ્માતોની વણજાર અવારનવાર સર્જાતી રહે છે જેમાં આજરોજ પણ એક કન્ટેનર તેમજ રેતી ભરેલ ટ્રક સાથે ધડાકાભેર અથડાતા બંને ટ્રકના ડ્રાઇવર-કંડકટરને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. અકસ્માતને લઈ ભારે ટ્રાફિક સર્જાવા પામ્યો હતો, ઘટના સ્થળે પોલીસ પહોંચી જઈ ટ્રાફિકને હળવો કરવામાં આવ્યો હતો. જિલ્લા ટ્રાફિક પોલીસ અવારનવાર જે રોજ દંડાત્મક કાર્યવાહી વાહનચાલકો સામે કરતી આવી છે પરંતુ અંકલેશ્વર આજુબાજુ હાઈવે ઉપર અકસ્માતનો વધારો જોવા મળી રહ્યો છે આથી અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય તેવી કામગીરી કરે એવી લોકમાંગ ઉઠવા પામી છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : નર્મદા જિલ્લામાં ૧૧ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા : કુલ આંક ૭૨૧ એ પહોંચ્યો.

ProudOfGujarat

અક્કલકુવા વિસ્તારમાં રાજકીય ભુકંપ. ૧૦૦ જેટલા કાર્યકરો શીવસેના માં જોડાયા…

ProudOfGujarat

અંકલેશ્વર : વાલિયા ગ્રામ પંચાયતના વેરા વસુલ કારકુને હોદ્દાનો દુર ઉપયોગ કરી સરકારી નાણાની ઉચાપત કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!