ભરૂચ જીલ્લાના પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ભરૂચ જીલ્લામાં પ્રોહીબીશનના ગણનાપાત્ર કેશો શોધી કાઢવા આપેલ સુચના આધારે એલ.સી.બી. પોલીસ ઇન્સપેકટર જે.એન.ઝાલાએ સૂચના અને માર્ગદર્શન આપી તપાસ હાથ ધરવામાં આવેલ દરમિયાન પો.સ.ઇ. એ.એસ.ચૌહાન તથા ટીમ અંક્લેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન પોલીસ ઇન્સપેક્ટર જે.એન.ઝાલાને બાતમીદારથી બાતમી મળેલ કે એક ઇસમ પ્રતીબંધીત ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ કાળા કલરના ત્રણ થેલા લઇને વાલીયા ચોકડી પાસે આવેલ અંક્લેશ્વર GIDC બસ સ્ટેશનમાં ઉભો છે. જે મળેલ બાતમી આધારે સદર જગ્યાએ રેડ કરતા એક ઇસમને પ્રતીબંધીત ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી રમેશ રામખલાવન દ્વીવેદી રહે.મકાન નં.૧૦ ગોપાલ નગર પાંડેસરા જી.સુરત મુળ.રહે.મઉ ગાવ જી.ચીત્રકુટ યુ.પી હોવાનું જાણવા મળેલ છે તેમજ તેણી પાસેથી પ્રતીબંધીત ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ બોટલ નંગ – 58 કુલ કિં.રૂ. 29,000/- તથા મોબાઇલ નંગ – 1 કિં.રૂ .5000 / – મળી કુલ કિં.રૂ.34,000/ – ની મતા જપ્ત કરવામાં આવેલ છે.
અંક્લેશ્વર GIDC બસ સ્ટેશન પાસેથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી.
Advertisement