Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે એસટી ડેપો નજીકથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલા બુટલેગરને ઝડપી પાડી નવ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Share

પ્રાપ્ત મળતી વિગતો અનુસાર અંકલેશ્વર શહેર પોલીસને બાતમી મળી હતી કે અંકલેશ્વર રેલવે સ્ટેશનથી એક મહિલા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે પસાર થવાની છે. જેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસનો કાફલો એસટી ડેપો નજીક વોચ ગોઠવીને બેઠા હતા દરમિયાન બાતમી વાળી મહિલા આવતા તેને રોકી તેની પુછતાછ કરતા તેનું નામ હરજીતકોર દિલાવરસિંગ ઉંમર:-36 રહે. આંબાવાડી,ગજાનંદ સોસાયટી પાછળ, અંકલેશ્વર હોવાનું જણાવ્યું હતું પોલીસે તેની પાસે રહેલ બે કાળા કલરની થેલીમાં તપાસ કરતા થેલીમાંથી 180 ML ની વિવિધ બ્રાન્ડના ક્વાર્ટર મળી આવતા પોલીસે ૯૪ ક્વાર્ટર જેની કિંમત રૂ 9,400 ના મુદ્દામાલ સાથે મહિલા બૂટલેગર હરજીતકોર દિલાવરસિંગને ઝડપી પાડી તેના વિરોધ અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ કલમ ૬૫ (એ) મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે.

Advertisement

Share

Related posts

નડિયાદ : કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ પ્રાયોજિત સાંસદ ખેલ સ્પર્ધા ૨૦૨૩ નું સમાપન

ProudOfGujarat

પંચમહાલના તલાટીઓ પોતાની માંગણીઓને લઇ એક દિવસની માસ સીએલ પર ઉતરી વિરોધ દર્શાવ્યો.

ProudOfGujarat

ભરૂચ : આજે છડીનોમ હોવાથી કોરોના મહામારીને કારણે તેની ઉજવણી કરવામાં આવી ન હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!