Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર સીટી પોલીસે ઈ ગુજકોપ-પોકેટકોપનો ઉપયોગ કરી એક મોટરસાયકલ ચોરીનાં બનાવનો ભેદ ખોલ્યો.

Share

અંકલેશ્વર પોલીસ દ્વારા ઇ ગુજકોપ-પોકેટકોપનો મહત્તમ ઉપયોગ થઈ રહ્યો છે. તાજેતરમાં અંકલેશ્વર ડી.વાય.એસ.પી ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર સીટી પોલીસના પી.આઈ એફ.કે જોગલે રાજકોટ વિસ્તારમાંથી ઉઠાંતરી કરેલ મોટર સાયકલ સાથે એક આરોપીને ઝડપી પાડયો હતો. આ બનાવની વિગત જોતા મળેલ બાતમીના આધારે અંકલેશ્વર પોલીસે વાલિયા ચોકડી વિસ્તારમાં વોચ ગોઠવી હતી જ્યાં એક શંકાસ્પદ મોટરસાયકલ સવાર જણાતા તેની તપાસ ઈ ગુજકોપ પોકેટકોપનો ઉપયોગ કરતા આ મોટરસાયકલ રાજકોટની હોવાનું અને તેના માલિક કૈલાશ મેગજીભાઈ ચૌહાણ હોવાનું જણાયું હતું. અંકલેશ્વર સીટી પોલીસે ચોરીની મોટરસાયકલ લઇ ફરતા આરોપી સંતોષ વિનોદ શુક્લાની અટક કરી વધુ તપાસ શરૂ કરી છે. મોટર સાયકલ કિં.રૂ 20,000 જપ્ત કરેલ છે.

Advertisement

Share

Related posts

લીંબડી નગરપાલિકા ખાતે 8 માં તબ્બકાનો બીજો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

બી.આર.સી ભવન માંગરોલ મુકામે તાલુકા કક્ષાનું ઓનલાઈન ગણિત- વિજ્ઞાન -પર્યાવરણ પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

અંકલેશ્વર મામલતદારમાં પ્રજાને પડતી મુશ્કેલીઓના કારણે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ દ્વારા પાઠવાયું આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!