અંકલેશ્વર પાલિકા ચીફ ઈજનેરની અને સત્તા પક્ષની બેદરકારી સામે આવી રહી છે. ટાઉન નકશામાં રેલ્વે માર્જિન જગ્યા દર્શાવી હોવા છતાં માર્ગો અને બ્લોક બેસાડી દીધા હતા. જે હવે રેલ્વે તંત્રએ સંરક્ષણ દીવાલ ઉભી કરવા વચનામૃત સોસાયટી પાસે આખે આખો 10 ફૂટ પહોળો માર્ગ નીકળી ગયો છે. સ્થાનિક 4 થી વધુ સોસાયટી માટે આવાગમન કરવાનો માર્ગ નીકળતા સમસ્યા સર્જાય રહી છે. બાપુનગર વિસ્તાર શૌચાલય બન્યા તો બ્લોક બેસાડ્યા હોવાનું જોવા મળ્યું છે.
અંકલેશ્વર નગરપાલિકા ઈજનેર, સત્તાપક્ષ કે ટાઉન પ્લાનર ઈજનેરની બેદરકારી હોય પછી અણ આવડત હોય તેવી ઘટના સામે આવી રહી છે. સત્તાપક્ષના પ્રમુખ જે વોર્ડ છે તે વોર્ડ નંબર 3 માં આવેલ ઓવરબ્રિજ પાસે વંચનામૃત સોસાયટી પાસે શ્રીધર, શ્રીરામ સોસાયટી અને વિરાંત નગરને જોડાતો માર્ગ રેલ્વેને અડીને 10 ફૂટ પહોળો આરસીસી માર્ગ પાલિકા બનાવ્યો હતો. જે માર્ગ હવે રેલ્વે માર્જિનમાં આંખે આખો નીકળી ગયો છે. જેના પર રેલ્વે વિભાગ હાલ સંરક્ષણ દીવાલ ઉભી કરી રહ્યા છે. જે સુરવાડી ફાટક સુધી ઓ.એન.જી.સી ઓવર બ્રિજની દીવાલને અડીને બનાવી રહ્યા છે. તો સામે તરફ રેલ્વે માર્જિનની જગ્યા મારે માર્કીગ કર્યું છે જેમાં બાપુ નગર વિસ્તારમાં બ્લોકનો માર્ગ તેમજ સંડાસ સહીત કેટલાક મકાનો પણ નીકળી ગયા છે. શહેર પાલિકા કચેરી ખાતે હાલમાં જ નવી વોર્ડ રચના સાથે સીમાનાંકનના નકશા બન્યા છે. જે પાલિકાની જમીન ખાનગી માલિકની જમીન રેલ્વે માર્જિનની જમીન પણ દર્શાવી છે. જેમાં કેટલી જમીન રેલ્વે માર્જિનમાં જાય છે તે અંગે પાલિકા ટાઉન પ્લાનર ઈજનેર એટલે ચીફ ઈજનેર માહિતી હોય છે જે અંગે ચીફ ઓફિસરથી માંડી સત્તાપક્ષને પણ જાણ કરી કે ના કરી કે માહિતી આપી કે છુપાવી તે તપાસનો વિષય બન્યો છે. લાખો રૂપિયાનાં ખર્ચે બનેલા રોડ તેમજ અન્ય વિકાસનાં કામો દબાણમાં કરી પ્રજાના પૈસા પાણીમાં ગયા છે. જેનું જવાબદાર કોણ ? ત્યારે આ વિસ્તારની 4 થી વધુ સોસાયટીના રહીશો માટે હવે આવાગમનની સમસ્યા સર્જાય છે. જેને લઇ સ્થાનિક રહીશોને સૌથી વધુ હાલાકી ભોગવી પડી રહી છે. પાલિકા અણધર વહીવટને લઇ આ પ્રજાને હાડમારી વેઠવારો વારો આવ્યો છે. તો બીજી તરફ રેલ્વે તંત્રની બલિહારી વચ્ચે રેલ્વે માર્જિનની જગ્યા પર પાકા કોમર્શીય બાંધકામો થઇ ગયા છે જે પ્રત્યે રહમ નજર રાખી દબાણ હટાવામાં આવ્યા નથી. ત્યારે રેલ્વે તંત્ર પણ પ્રજાને ઉપયોગી માર્ગ પ્રજા માટે છોડી તેની બાજુમાં રોડ ઉભો કરે તે જરૂરી બનવા પામ્યું છે. અંતે નોંધવું ઘટે કે આ વોર્ડ અત્યાર સુધી 3-3 પ્રમુખ બન્યા છે. પછી એ સંદીપ પટેલ, મીનાબેન પટેલ અને હવે દક્ષાબેન શાહ પણ આ જ વોર્ડમાંથી પ્રમુખ બની આવ્યા છે. ત્યારે તેમના દ્વારા આજ માર્ગો ખાતમહૂર્ત કરી બનાયા છે ત્યારે બાંધકામ વિભાગના ઈજનેરએ તેમને માહિતગાર કર્યા હતા કે પછી નહિ અને જો કર્યા હતા તો આ જે તે વખતે જે પ્રમુખ કાળમાં માર્ગ બન્યો તેને અનદેખી કરી હતી કે શું તે ચર્ચાનો વિષય બન્યો છે.
અંકલેશ્વર પાલિકા ચીફ ઈજનેરની અને સત્તા પક્ષની બેદરકારી સામે આવી, જાણો વધુ.
Advertisement