Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : પાનોલી GIDC ની પાર્થ કેમિકલ્સમાં ભીષણ આગ લાગી હતી.

Share

ભરૂચ જિલ્લાની વિવિધ ઔદ્યોગિક સંકુલોમાં અને GIDC વિસ્તારમાં આગનાં બનાવો બની રહ્યા છે. આવા રહસ્યમય બનાવો કેમ બને છે તે અંગે ભરૂચ જીલ્લાનું ઔદ્યોગિક સુરક્ષા તંત્ર નોંધપાત્ર કામગીરી કરતું નથી જેના પગલે આવા બનાવો વારંવાર બની રહ્યા છે. ત્યારે તા.23-9-2-2020 નાં રોજ ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વર GIDC ને અડીને આવેલ પાનોલી જીઆઇડીસીની પાર્થ કેમિકલ્સ કંપનીમાં આગ લાગી હતી. આગના આ બનાવને પગલે પાનોલી તેમજ અન્ય વિસ્તારનાં ફાયરબ્રિગેડ આગને કાબુમાં લેવા પહોંચી ગયા હતા. આ આગ સોલવન્ટ રિકવરી પ્લાન્ટમાં લાગેલ હોવાનું જાણવા મળયુ હતું. આ આગનાં બનાવ અંગે સધન તપાસ થવી જોઈએ તેવી માંગ કંપનીનાં તેમજ GIDC નાં કામદારોએ કરી હતી.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગરનાં લખતર તાલુકાનાં તાવી ગામનાં યુવાન ખેડૂતે ખેડૂતોની વિવિધ માંગણીઓને લઈને એક દિવસીય આંદોલન કરી ઉપવાસ શરૂ કર્યા છે.

ProudOfGujarat

સુરત પાલિકાની સીટી બસમાં ડ્રાઇવર બાદ કંડકટરની બેદરકારી સામે આવી

ProudOfGujarat

વિરમગામ શહેરમાં નગરપાલિકાના લગતા વિવિઘ પ્રશ્નો રજુઆત કર્યા બાદ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન કરતાં યુવા શક્તિ ગૃપ ના સભ્યો એ શરૂ કર્યા આમરણાંત ઉપવાસ આંદોલન..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!