પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર શહેર પોલીસ એ શંકાસ્પદ બે ઈસમો ને માહિતી ના આધારે રોકી પ્રાથમિક પૂછપરછ આરંભી હતી. જેઓ ની પાસે રહેલ મોબાઈલ વિશે પૂછતાં તેમણે ગલ્લાતલ્લા કરતા તેમની અટક કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી. અંકલેશ્વર શહેર પોલીસ ને પેટ્રોલિંગ દરમ્યાન માહિતી મળી હતી કે એસ.એ મોટર્સ પાસે બે ઈસમ ચોરી ના મોબાઈલ સાથે સનક્સપડ હિલચાલ કરી રહ્યા છે તે આધારે અંકલેશ્વર શહેર પોલીસ એ માહિતી ના આધારે બે ઈસમો આવતા તેમને રોકી નામઠામ પૂછતાં એક ઈસમ એ પોતાનું નામ વિનોદ ચૌહાણ રહે બાબરનાથ ની ચાલ અને બીજા ઈસમ એ પોતાનું નામ રાહુલ ભાભોર રહે સિલ્વર પ્લાઝા પાસે ઝૂંપડપટ્ટી માં જણાવ્યું હતું.બંને ઈસમો ની હિલચાલ શંકાસ્પદ લાગતા તેમની અંગઝડતી કરતા 5 મોબાઈલ ફોન તેમની પાસે મળી આવ્યા હતા જે બાબત એ બિલ અને પુરાવા માંગતા અને મોબાઈલ ક્યાંથી લાવ્યા તે બાબત ની પૂછતાછ કરતા ઉડાઉ અને સંતોષકારક જવાબ ન આપતા તેમ ની એટકાયત સાથે રૂપિયા 34 હજાર ના 5 ફોન જપ્ત કર્યા હતા. પકડાયેલ બંને ઈસમો ની કોવિડ ટેસ્ટ કરી પોલીસ એ મોબાઈલ ક્યાંથી અને કોની પાસે થી લાવ્યા ની પૂછપરછ હાથધરી છે.
5 શંકાસ્પદ મોબાઈલ સાથે ૨ વ્યક્તિની ધરપકડ કરતી અંકલેશ્વર શહેર પોલીસ
Advertisement