એકતરફ અંકલેશ્વર માં આજરોજ આભ ફાટવા થી ૨ કલાક ના સમય માં ૫ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને રોડ રસ્તા ઓ પર પાણી નો ભરાવો થઈ ગયો હતો તો બીજી તરફ ઉદ્યોગો ઘ્વારા ગેસ છોડતા વાતાવરણ માં ધુમ્મસ જેવી ચાદર ફેલાઈ ગયી હતી.
ઉપર લખેલી લાઈન માં આપ ને પ્રથમ દષ્ટિ એ લાગશે કે અંકલેશ્વર પાનોલી માં વળી ક્યાં કાશ્મીર આવ્યું પરંતુ આ વરસાદી માહોલ માં અંકલેશ્વર અને પાનોલી ના અમુક વિસ્તાર કાશ્મીર માં હોવાનો એહસાસ કરાવી રહ્યું છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધૂમમ્સ ની સફેદ ચાદર એ કાશ્મીર માં હોવાનો એહસાસ કરાવે છે તેજ રીતે અંકલેશ્વર અને પાનોલી ઉપર આજ રોજ સાંજ ના સમયે ઉદ્યોગો ના ધુમાડા થકી સફેદ ચાદર પથરાઈ ગયી હતી. અંકલેશ્વર થી સુરત અને સુરત થી ભરૂચ તરફ બંને સાઈડ હાઇવે પર ઉદ્યોગો ના ધુમાડા ના લીધે વિઝીબલિટી એકદમ ઝીરો થઈ ગયી હતી જેના કારણે હાઇવે પર વાહનો ને દિવસ ના સમયે પણ લાઈટો ચાલુ કરી પસાર થવું પડ્યું હતું. સદનસીબે આ ધુમાડા ઓ ના લીધે કોઈ મોટો અકસ્માત ન થયું પરંતુ વાહનો ને આ રસ્તા ઓ પર થી પસાર થવા ભારે જહેમત કરવી પડી હતી.તો તંત્ર આવા વરસાદી સમય માં ઉદ્યોગો ને લગામ લગાવી રાખે તે જરૂરી છે જેના કારણે કોઈ મોટો અકસ્માત ના થાય.
અંકલેશ્વર પાનોલી ઉદ્યોગો નું મિશન કાશ્મીર જાણો વધુ…???
Advertisement