અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામમાં આવેલ પૂર્વ પટ્ટી વિસ્તાર જેવા કે વિનાયક નગર, લાલા નગર, ગિરનાર સોસાયટી અને સોનમ સુરમ્યા સોસાયટી વિસ્તારમાં ગંદકીનું મોટું સામ્રાજ્ય ઉભું થવા પામ્યું છે. ગડખોલ પંચાયતમાં સહુથી સેફ ગણાતા મત વિસ્તાર જ વિકાસથી વંચિત રહેતો હોય એવું લાગી રહ્યું છે. કચરા પેટીનો અભાવ, ડોર ટુ ડોર કલેક્શન, પીવાનું મીઠું પાણી અને વરસાદી પાણીનો નિકાલએ વર્ષોથી આ વિસ્તારની મુખ્ય સમસ્યા રહી છે.
મુખ્ય વિસ્તારથી દૂર હોવાથી પંચાયતને આ વિસ્તાર હંમેશા ચૂંટણીના ટાણે જ યાદ આવતો હોય તેવું સામાન્ય પ્રજાને લાગે છે, રોડ રસ્તા સિવાયની કામની બાદબાકી કરતા પ્રજા બીજા સામાન્ય કામ માટે વલખા મારી રહી હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ આવે છે.
આ બધા વચ્ચે સોનમ સુરમ્યા સોસાયટીમાં વરસાદને કારણે જી.આઈ.ડી.સી થી વહીને આવતું કેમિકલયુક્ત પાણી આ સોસાયટીના ઘરોમાં કેડ સુધી ભરાઈ આવે છે જે બાબતની ઘણીવાર ઉગ્ર રજુઆત કરવા છતાં ત્યાં આજદિન સુધી પ્રોટેકશનવોલનું કામ કરવામાં આવ્યું નથી, જેના ભોગે આજ રોજ પડેલ વરસાદના પગલે સમગ્ર સોસાયટી પાણીમાં ગરકાવ થવા પામી હતી.
અંકલેશ્વર તાલુકાનાં ગડખોલનાં પૂર્વ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય.
Advertisement