પોલીસ સુત્રીય માહિતી અનુસાર ગઈકાલ બપોર ના સમયે અંકલેશ્વર જી.આઇ.ડી.સી ની મહિલા બેંક માં પોતાના કામ અર્થે ગયી હતી જ્યાંથી પરત ફરતા પોતા ની કાર નો કાચ તૂટેલો દેખાતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું.
અંકલેશ્વર જીઆઇડીસી ના પશુપતિનાથ મંદિર પાસે આવેલ મધુવન સોસાયટી માં રહેતી મહિલા સોનલ બેન ધનજીત સિંધ અને બહેન વંદના જોડે પ્રોફેશનલ ટેક્સ ભરવા સારું પોતાની આઈ-10 કાર નંબર જીજે-૧૬-બીએન-૦૫૦૯ લઈ સ્ટેશન સ્થિત એક્સીસ બેંક માં આવ્યા હતા જ્યાં તે ઓ પોતા ની કાર આઇસીઆઇસીઆઈ બેંક સામે પાર્ક કરી બેંક માં ગયા હતા. ત્યાં થી કામ પતાવી પરત ફરતા પોતાની કાર નો પાછળ ના દરવાજો નો કોટર ગ્લાસ તૂટેલો દેખાતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. જ્યારે ગાડી માં પાછળ ની સીટ પર મૂકેલ પોતાનું પર્સ અને મોબાઈલ ચોરી થયેલ દેખાતા પોલીસ ને જાણ કરી હતી. પોલીસ એ ઘટના સ્થળ પર પોહનચી જોતા મહિલા ના જણાવ્યા અનુસાર પર્સ માં મુકેલ રોકડ રૂપિયા ૫૦ હજાર અને પોતાની બહેન વંદના સોનાની બુટી અને સોનાની ચેન જેની કિંમત ૨ લાખ નો સામાન અલ્હાબાદ બેંક માં મુકવા નીકળ્યા હતા જેની ચોરી થઈ હોવાનું જણાવાયું હતું. જે બાબત એ પોલીસ એ મહિલા ની રૂપિયા ૨ લાખ ૫૦ હજાર રૂપિયા ની ચોરી ની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહિલાઓ ની એકલતાનો લાભ લઇ તસ્કરો એ ગાડી નો કાચ તોડી બેગ ની ઉઠાંતરી કરી, રોકડા રૂપિયા સહિત સોનાના સામાનની ચોરી
Advertisement