અંકલેશ્વર નગરપાલિકાની હદમાં આવતા કેશવપાર્ક વિસ્તારમાં મોબાઈલ ટાવર ઊભો કરવા અંગેનાં પ્રયાસો સામે રહીશોએ ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ કેશવપાર્ક સોસાયટી રહેણાંકનાં હેતુ માટે છે. આ સોસાયટીમાં રહેતા વિપુલ મોદી પ્લોટ નંબર – 165 પોતાના રહેણાંક માટે પ્લોટ ધરાવે છે. તેઓ પોતાના પ્લોટ પર ટેલિકોમ કંપનીનો ટાવર ઉભો કરવા માટે ભાડે આપ્યા હોવાનું એગ્રીમેન્ટ કરેલ હોવાનું જાણવા મળેલ છે. એટલું જ નહીં પરંતુ ટેલિકોમ કંપની દ્વારા આ પ્લોટ પર ટાવર ઊભો કરવા અંગેની કામગીરી શરૂ પણ કરવામાં આવનાર છે. આ સોસાયટી અને પ્લોટ રહેણાંક હેતુ માટે છે ત્યારે મોબાઈલ ટાવર ઊભા કરી શકાય નહીં. આ પ્લોટની નજીકમાં જ 100 ફૂટનાં અંતરમાં જ શ્રવણ વિદ્યાભવન સ્કૂલ આવેલ છે જેથી શાળાનાં બાળકો માટે પણ ટાવર જોખમકારક સાબિત થાય એમ છે. ટેલિકોમ કંપનીનાં ટાવરનાં પગલે બાળકો અને આસપાસનાં રહેણાંકવાળા વિસ્તારોમાં રેડીએશનની અસર પડી શકે છે. વિપુલભાઈ મોદીએ સોસાયટીનાં રહેવાસીઓ પાસેથી કોઈ એન.ઓ.સી. કે સંમતિ મેળવેલ નથી. કામ બંધ કરાવવા સોસાયટીનાં રહીશોએ આવેદનપત્ર પાઠવ્યું છે. અંકલેશ્વર કેશવપાર્ક વિસ્તારમાં સ્થાનિકો દ્વારા મોબાઈલ ટાવરનો વિરોધ કરી ટાવરનું કામ અટકાવવામાં આવ્યું જે અંગે અંકલેશ્વર નગરપાલિકાનાં વિપક્ષનાં ઉપનેતા શરિફ કાનુગા, કોંગેસનાં જીલ્લા યુવામંત્રી વસીમ ફડવાલાએ કેશવપાર્કનાં રહીશોને તેમની લડતને જનહિતનાં હેતુસર ટેકો આપેલ છે.
અંકલેશ્વર નગરપાલિકાની હદમાં આવેલ વિસ્તારમાં મોબાઇલ ટાવર ઉભો કરવા અંગે સ્થાનિકોએ વિરોધ કર્યો.
Advertisement