અંકલેશ્વરની કુસુમબેન કડકીયા કોલેજનાં અધ્યાપક દ્વારા શિક્ષણ જગતમાં લાંછન લગાવવામાં આવ્યું હોય તેવો બનાવ બન્યો હતો. તા. ૧૧-૯-૨૦૨૦ નાં રોજ લેવામાં આવેલ ae.કોમ. Sem-4 નું એકાઉન્ટ-૧૧ નું પેપર પરીક્ષા પહેલા જ સોશયલ મિડિયામાં ફરતું થઇ ગયું હતું. યુનિવર્સિટી દ્વારા તપાસ સમિતિ બનાવી તપાસ હાથ ધરતા આ પેપર અંકલેશ્વરની કડકીયા કોલેજનું હોય અને ત્યાથી બહાર ફરતું થયું હોવાની જાણ થઈ હતી. એ.કોમ. Sem-4 માં કુલ ૧૨૦૦ થી વધુ તેમજ ભરૂચ જીલ્લાનાં ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ કોરોના મહામારી કાળમાં જાનનાં જોખમે પરીક્ષા ખંડમાં જઇ પરીક્ષા આપી હતી. આ તેમના પરિશ્રમ સાથે અન્યાય થયો છે તે બિલકુલ ચલાવી લેવામાં નહિ આવે અને વિદ્યાર્થીઓને ન્યાય મળે એ માટે NSUI પડખે ઉભુ છે. વિદ્યાર્થીઓનાં ભવિષ્ય સાથે ચેડા કરનાર જવાબદારને યોગ્ય સજા મળે અને કોલેજ જે જવાબદાર છે તેને કોલેજમાંથી બરતરફ કરે એ જ માંગ સાથે ભરૂચ જીલ્લા NSUI દ્વારા તા- ૧૬-૯-૨૦૨૦ નાં રોજ નાં કડકીયા કોલેજ અંકલેશ્વર ખાતે ઉગ્ર વિરોધ કરી હલ્લાબોલ કર્યો હતો. પોલીસ દ્વારા વિદ્યાર્થીનો અવાજ દબાવી લોકશાહીની હત્યા કરી NSUI જીલ્લા પ્રમુખ યોગી પટેલ, શોયેબ ઝઘડીયાવાલા, ગુજરાત યુથ કોંગ્રેસ પ્રદેશ મંત્રી, અજીતસિંહ સોલંકી, નિલરાજ ચાવડા, ઓશામા સિદ્દિકી, હેપ્પીન બારયાની અટકાયત કરવામાં આવી.
અંકલેશ્વર : NSUI દ્વારા કુસુમબેન કડકીયા કોલેજ ખાતે પેપર લિકની ઘટના મામલે વિરોધ પ્રદર્શન કરાયું.
Advertisement