જાણવા મળતી માહિતી મુજબ અંકલેશ્વર થી હાસોટને જોડતા મુખ્ય માર્ગ ઉપર એશિયાડ નગર વિસ્તાર પાસે એક ફોરવિલ ગાડીના ડ્રાઈવરે સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા પાંચ જેટલી બાઇકને અડફેટમાં લીધી હોવાનું સામે આવી રહ્યું છે, અચાનક પાંચ જેટલી બાઇકને અડફેટમાં લેતા તમામ બાઈક સવારો તથા ફોર વીલ ગાડીના ડ્રાઈવરને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા હોવાનું ચર્ચામાં આવ્યું છે. સાથે જ અચાનક બનેલી બેકાબુ કાર ના કારણે એક સમયે સ્થળ પર અફરાતફરી નો માહોલ સર્જાયો હતો.
Advertisement