Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : રાજપીપળા રોડ પર એક એપાર્ટમેન્ટમાં ચોરી કરવા આવેલ ચોરોને સ્થાનિકોએ ઝડપી પાડી પોલીસ ના હવાલે કર્યા, જાણો વધુ.

Share

અંકલેશ્વર રાજપીપલા રોડ આરવ એવન્યુમાં ચોરી કરતા 2 ચોરને સ્થાનિકો રંગે હાથો ઝડપી પાડ્યા હતા. સ્થાનિક રહીશોએ ઘરમાંથી મોબાઈલ સહીત કિંમતી સમાન ચોરાતાં 2 રીઢા ચોરને ઝડપી પાડી પોલીસ ના હવાલે કર્યા હતા. છેલ્લા કેટલાક વખત અવારનવાર એપાર્ટમેન્ટમાં ચોરીના બનાવો બની રહ્યા હતા.

અંકલેશ્વર રાજપીપલા ચોકડી રોડ પર આવેલ ઓએનજીસી કોલોની સામે આરવ એવન્યુના છેલ્લા કેટલાક સમયથી ફ્લેટસ તેમજ પાર્કિગ અને દુકાનો સર-સામાનની ચોરી થઇ રહી હતી. નાના -મોટા સર-સામાનની ચોરી થતા સ્થાનિક લોકો ફરિયાદ કરી ના હતી. શુક્રવારના સવારે એપાર્ટમેન્ટ ચોરી કરવા ઘુસેલા 2 ચોરો મોબાઈલ ચોરી કરી ભાગવા જતા સ્થાનિક રહીશો રંગે હાથો ઝડપી પાડ્યા હતા અને પોલીસ ના હવાલે કર્યા હતા. બંને પાસેથી ચોરીના મોબાઈલ પણ મળી આવ્યા હતા. પોલીસે બંનેની પ્રાથમિક પૂછપરછ કરી અટકની તજવીજ આરંભી હતી. બંને રીઢા ચોરો અન્ય ચોરીમાં સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસે આકરી પૂછપરછ આરંભી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડીયાના ખાખરીપુરા શાળાના આચાર્યનું હરદ્વાર ખાતે ગુરુ ચાણકય એવોર્ડથી સન્માન કરાયું.

ProudOfGujarat

પોપટપુરા ખાતે આવેલ ગણેશ મંદિર માં :ગોણ ગણેશજી ની મહિમા અપરંપાર :ભકતો માં ગણેશ મંદિર આસ્થા નું કેન્દ્ર

ProudOfGujarat

ભરૂચનાં શીતલ સર્કલ પાસે સત્તા બેટિંગનો જુગાર રમાડતા બે આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!