અંકલેશ્વર શહેરનાં વિવિધ વિસ્તારમાં ચોમાસાની ઋતુમાં જાણેકે માર્ગો અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળ્યા હતા, ઠેરઠેર મસ્ત મોટા ખાડાએ વાહન ચાલકોને વાહન હંકારતા હલાવી મૂક્યા હતા, અનેકવાર રજૂઆતો અને સમાચાર માધ્યમોમાં ટીકાનું પાત્ર બનેલા રસ્તાઓ ઉપર હવે રીપેરીંગ કાર્ય શરૂ કરવાની કામગીરી તંત્રએ શરૂ કરી છે.
અંકલેશ્વરના અલગ અલગ વિસ્તારોમાં તંત્ર દ્વારા હાલમાં રસ્તા રીપેરીંગ કાર્ય હાથ ધરવામાં આવ્યા છે, જે બાબત પણ કેટલાક લોકો માટે સંતોષકારક છે તો કેટલાક લોકો હજુ પણ તંત્ર માત્ર લાલી લિપસ્ટિકની જેમ કામગીરી કરતા હોવાના આક્ષેપ કરી રહ્યા છે.
મહત્વની બાબત છે કે ઔધોગિક નગરી અંકલેશ્વરમાં અનેક નામી નેતાઓ તેમજ અનેક કોર્પોરેટરો પ્રજાને સુખ સુવિધા આપવાના નામે ચૂંટણીઓમાં મત લઇ જતા હોય છે. પરંતુ ત્યારબાદના વર્ષોમાં માર્ગો પર પડતી આ પ્રકારની સમસ્યાઓ દર વર્ષે જોવા મળે છે, ત્યારે અહીંયા સવાલ એ થાય કે શું એક નક્કર રોડ જે વર્ષો સુધી એક પણ ખાડો ન પડે તેમ ચાલે તેવું બનાવનાર કોઈ અધિકારી કે નેતા જ અંકલેશ્વરમાં નથી તેવી ચર્ચાઓ વર્તમાન સમયમાં પડેલા મસ્ત મોટા ખાડાઓ બાદથી ટોક ઓફ ધી ટાઉન બની છે.