Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : વાલિયા રોડ પર CNG ગેસ સિલિન્ડર ભરેલ ટેમ્પોમાં આગ, ફાયર વિભાગે મેળવ્યો આગ પર કાબુ..!!!

Share

આજે બપોરે અંકલેશ્વરથી વાલિયા જવાના માર્ગ પર એક પંપ નજીક ગુજરાત ગેસના CNG ગેસ સિલિન્ડર ભરેલ ટેમ્પોમાં અચાનક સામાન્ય આગની ઘટનાથી ઉપસ્થિત લોકોમાં ભારે દોડધામ મચી હતી, ઘટના અંગેની જાણ DPMC ના ફાયર વિભાગને થતા ફાયરના મીની ટેન્ડરના લશકરોએ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જઇ અગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જોકે સદનસીબે સમગ્ર મામલે મોટી દુર્ઘટના થતી અટકી હતી.

આગ લાગવાની ઘટનામાં ટેમ્પોના ડ્રાઇવરને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું ઘટના બાદ લોક ચર્ચાઓ ચાલી હતી, જોકે ગણતરીના સમયમાં આગ ઉપર ફાયર વિભાગે કાબુ મેળવતા લોકોએ હાશકારો લીધો હતો.

Advertisement

Share

Related posts

ઘરમાં 100 કોકરોચ ઉછેરવાને બદલે કંપની આપી રહી છે દોઢ લાખ રૂપિયા ! કારણ પણ જાણો.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં કલેક્ટરશ્રી ના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતીની બેઠક યોજાઈ

ProudOfGujarat

પાવાગઢ મંદિરમાં છોલેલા શ્રીફળ વધેરવાની માંગ સાથે ભરૂચ AHP અને રાષ્ટ્રીય બજરંગ દળે કલેક્ટરને આવેદન આપ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!