Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા બિસ્માર રસ્તા અંગે ઉગ્ર રજુઆત કરાતા નગરપાલિકાએ આજે રસ્તાનું સમારકામનું કરવાનું કાર્ય શરૂ કર્યું હતું.

Share

અંકલેશ્વર નગરનાં વિવિધ વિસ્તારનાં રસ્તાઓ અંગે અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા ઉગ્ર રજુઆત કરાતા નગરપાલિકાએ આજે રસ્તાનું સમારકામનું કરવાનું કાર્ય શરૂ કર્યું હતું. આ કામ માત્ર દેખાડા પૂરતું હોવાનું જણાય રહ્યું છે. ખાડા ઉપર ખાલી દેખાવ પૂરતી કપચી અને અન્ય મટીરિયલ નાંખી તકલાદી ખાડા પુરવાનું કામ કરવામાં આવેલ છે. યુવા કોંગ્રેસના આક્રમણ વલણ અને રોડ ચક્કાજામની ચીમકીથી તંત્ર એકશનમાં આવી રોડ પર મટીરીયલ પાથરીને ખાડા પુરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ આ કાયમી સોલ્યુશન નથી. થોડા દિવસ પછી જેસે થે..વૈસે તેવી પરિસ્થિતી સર્જાશે. શહેરમાં ખાડા પૂરવાની કામગીરી શરૂ થતા પાલિકા વિપક્ષી ઉપનેતા શરીફ કાનુગા, જિલ્લા યુવા મહામંત્રી વસીમ ફડવાલા, યુવા પ્રમુખ ભરત પરમાર વિનય પટેલ, પ્રતીક કાયસ્થ, શૈલેદ્રસિંહ સહીતના આગેવાનોએ મુલાકાત લીધી હતી.

Advertisement

Share

Related posts

વલસાડની એક કોલેજમાં દારૂ સાથે ઝડપાવા બદલ રસ્ટીગેટ કરેલો એક વિદ્યાર્થી પરિક્ષા આપ્યા વગર જ પાસ થતા રોષ

ProudOfGujarat

યુનિવર્સિટીઓમાં 15 ઓગસ્ટ સુધી ચાલશે હર ઘર ત્રિરંગા ઝુંબેશ, UGCએ રાજ્યોને લખ્યો પત્ર.

ProudOfGujarat

ગુજરાતમાં વિવિધ સ્થળો પર વિધર્મીઓ દ્વારા હત્યાઓના ધૃણાસ્પદ કૃત્યોના વિરોધમાં આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!