Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં બિસ્માર રસ્તાનાં પગલે ઈંડાનાં વેપારીને થયેલ નુકસાન, જાણો વધુ.

Share

અંકલેશ્વર નગરપાલિકાનાં કથળી ગયેલા કારભારનાં પગલે તેમજ ભારે વરસાદનાં કારણે અંકલેશ્વર પંથકનાં રસ્તા બિસ્માર થઈ ગયા છે. આ બિસ્માર રસ્તાનાં પગલે વેપારીઓને અવારનવાર ખૂબ મોટું નુકસાન થાય છે. આજરોજ નગરપાલિકા કચેરી સામે ઈંડા ભરેલ ટેમ્પોમાંથી ઈંડાની ટ્રે રસ્તામાં પડતા સેંકડો ઈંડા તૂટી ગયા હતા. પરિમાણે વેપારીને ખૂબ મોટું નુકસાન થયુ હતું. આવી જ રીતે વિતેલા દિવસોમાં દૂધ, શાકભાજી તેમજ અન્ય ચીજવસ્તુઓ ભરીને પસાર થતાં વાહનો પણ પલટી ખાઈ ગયા હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. તેથી અંકલેશ્વરનાં બિસ્માર રસ્તાઓને પગલે વેપારીઓને ભારે નુકસાનનો સામનો કરવો પડે છે જેના કારણે વેપારીઓમાં રોષ ફેલાય ગયો છે.

Advertisement

Share

Related posts

ભરૂચ સ્ટેશન સર્કલ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન, એલજી સત્તા વધારવાનાં કેન્દ્ર સરકારનાં બિલ સામે કરાયો વિરોધ.

ProudOfGujarat

પશ્ચિમ રેલવે વિભાગના અમદાવાદની 21 ટ્રેનોમાં જનરલ ડબ્બાની ટિકિટ પણ મળશે.

ProudOfGujarat

ભરૂચ : ગૌવંશની હેરાફેરી તથા કતલનાં આરોપીને ઝડપી પાડતી બી ડીવીઝન પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!