અંકલેશ્વર તાલુકાનાં મોટાલી ગામ પાસેથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક દુકાનમાંથી 10 ડ્રમ અને 1 કારબો ભરીને ફર્મિક એસિડ અને એનાલિન કેમિકલ ઝડપી પાડયું હતું.
જે.કે. કોમ્પ્લેક્ષની એક દુકાનમાંથી ઝડપાયેલ આ કેમિકલ અંગે અખલા શેખની અટક કરવામાં આવી છે. મોટાલી ગામ અને તેની આજુબાજુનાં વિસ્તારમાં અને અંકલેશ્વર GIDC વિસ્તારમાં કેમિકલ ચોરી અંગેની ઘણી ઘટનાઓ બની રહી છે. તે સાથે સાથે શંકાસ્પદ કેમિકલ ઝડપી પાડવા અંગેની પણ ઘટનાઓ બની રહી છે ત્યારે આર.આર.સેલ અને અંકલેશ્વર પોલીસે સંયુકત ઓપરેશન કરી આ કેમિકલ ઝડપી પાડયું હતું. આર.આર.એલ પણ સક્રિય થયું હોવાની ઘટના નોંધપાત્ર બાબત કહી શકાય. આ અંગેની તપાસમાં ચોંકાવનારી બાબત બહાર આવે તેવી સંભાવના છે. અંકલેશ્વર GIDC વિસ્તારમાં વર્ષોથી કેમિકલ ચોરી કરવા અંગે તેમજ તેને અન્યત્ર વેચાણ કરવા અંગેના ઘણા કારસાઓ જણાયા છે. ત્યારે આ બનાવ સૂચક ગણાયો છે. ભરૂચ જીલ્લાનાં દહેજ વિસ્તારમાં પણ ટેન્કર ચાલકો છૂટા છવાયા વિસ્તારોમાં રાત્રિનાં સમયે ગાડી ચેક કરવાના બહાને અવાવરુ જગ્યા પર કેમિકલનાં કારબાઓ કાઢીને વેચી રહ્યા હોવાની ચર્ચાએ પણ જોર પકડયું છે. તેથી આવા વિસ્તારોમાં પોલીસે પેટ્રોલીંગ વધારવાની તાતી જરૂર છે એમ લોકમાંગ ઊભી થઈ છે.
અંકલેશ્વરનાં મોટાલી પાટિયા પાસે જંગી કેમિકલ ઝડપી એક આરોપીની અટકાયત કરવામાં આવી.
Advertisement