તારીખ 5 સપ્ટેમ્બર એટલે કે વ્યવસાયે શિક્ષક અને પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ આ દિવસને શિક્ષકદિન તરીકે ઊજવવામાં આવે છે. અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે પણ આ દિવસને અત્યંત શિક્ષણ પ્રત્યેના સન્માનભેર ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વર ઉંમરવાળા રોડ પર આવેલ અંકલેશ્વર પબ્લિક સ્કુલ ખાતે શિક્ષક દિન નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુલેમાનભાઈ પટેલ, જે.જે. શુક્લા, અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ ગણેશ અગ્રવાલ, સુરેશભાઈ ગોસાઈ અને સંસ્થાના પ્રમુખ નાઝુ ફડવાલા ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના આચાર્ય અને શિક્ષકોનું સન્માન કર્યુ હતું.
શિક્ષિકાઓને શૉલ તેમજ શિક્ષકોને મોમેન્ટો આપીને તમામ પ્રત્યે પોતાની આદર ભાવના આમંત્રિત મહેમાનો તેમજ સ્કૂલના ટ્રસ્ટીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે આમંત્રિત અતિથિ વિશેષ જે. જે. શુક્લાએ જણાવ્યું હતું કે શિક્ષકો સમાજનું એક એવું અભિન્ન અંગ છે જે સમાજના ઘડતરમાં પાયાની ભૂમિકા ભજવે છે. શિક્ષક દિન નિમિત્તે તમામ શિક્ષકોને વંદન અને એક સ્વસ્થ, સુશિક્ષિત અને પ્રગતિકારક પેઢીને સુસંસ્કૃત કરનાર શિક્ષકોને હું અભિનંદન પાઠવું છું.
અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે શિક્ષક દિનની શિક્ષકોનાં સન્માન સાથે ઉજવણી.
Advertisement