Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : મોટર સાઇકલ ચોરીનાં વણ શોધાયેલ ગુનાનાં આરોપીને શોધી કાઢતી અંકલેશ્વર રૂરલ પોલીસ.

Share

અંકલેશ્વર પંથકમાં મોટર સાઇકલ ચોરીનાં બનાવો વારંવાર બની રહ્યા છે. ત્યારે મળેલ બાતમીનાં આધારે અંકલેશ્વર રૂરલ પોલીસે હજાત ગામનાં બસ સ્ટેન્ડ પાસેથી એક શંકાસ્પદ મોટર સાઇકલ સવારને ઝડપી પાડયો હતો. જેની તપાસ કરતાં તેનું નામ મનીષ કાલિદાસ રાઠોડ રહે. નિશાળ ફળિયું નવા ધંતૂરિયા, અંકલેશ્વર હોવાનું જણાયું હતું. તેની પાસે મોટર સાઇકલનાં કાગળો અને વાહન માલિકની પૂછપરછ કરતાં કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. તા.30-8-2020 નાં રાત્રિનાં 12 વાગ્યાનાં અરસામાં ધંતૂરિયા ગામેથી ચોરી કરેલની કબૂલાત કરી હતી. જેથી પોલીસે 23,000 કિંમતની મોટર સાઇકલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અમદાવાદ-એએમસી સફાઇકર્મીઓની હડતાળનો મામલો-બીજા દિવસે પણ 13000 સફાઇકર્મી હડતાળ પર…..

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે કાર ચોરીના આરોપીને ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

ભરૂચ : ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે ઝઘડીયા તાલુકાનાં વિજેતા ઉમેદવારો સાથે શુભેચ્છા મુલાકાત યોજી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!