ઇસ્લામ ધર્મના પયગંબર સાહેબના દોહિત્ર ઇમામ હસન હુસેનની કરબલામાં શહાદતના પ્રતીકરૂપે તાજીયાનું જુલુસ કાઢવામાં આવે છે, આ બાબતે વર્ષોની પ્રણાલિકા મુજબ શહેરમાં તાજીયા જુલુસ વિવિધ વિસ્તારોમાંથી કાઢવામાં આવે છે, આ વર્ષે દુનિયાભરમાં કોરોના મહામારી ચાલી રહી છે જેના અનુસંધાને સરકાર શ્રીની ગાઇડલાઇન મુજબ તમામ ધાર્મિક મેળાવડા કે જુલુસ પર પ્રતિબંધ લગાવેલ છે. આ બાબતની જાણકારી માટે તમામ તાજીયા આયોજકોની સાથે ચર્ચા માટે પી.આઇ શ્રી સીસોદીયા સાહેબએ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે મિટિંગ બોલાવી જણાવ્યું કે આ તમામ પ્રકિયામાં બે ફૂટથી મોટા તાજીયા બનાવવા નહિ અને જે પણ ધાર્મિક વિધિ હોય તે પોતાના ઘરોમાં કરવામાં આવે તથા એકબીજાથી સંક્રમણ ના થાય તેનો ખ્યાલ રાખે કેમ કે આ રોગ સંક્રમણથી વધતો છે અને વધુ ફેલાતો છે જેથી તકેદારીના તમામ પગલાં લેવા જરૂરી છે જે સમાજના હિતમાં છે,
આ વર્ષે કોઈપણ જાતના પંડાલો કે મંડપ અને લાઉડસ્પીકર ઉપર પ્રતિબંધ જાહેર કરવામાં આવેલ છે અને જાહેરનામાના ભંગ કરનાર ઉપર કાયદેસરની કાર્યવાહી થશે, આ પ્રસંગે તાજીયા કમિટીના પ્રોસેસન પ્રેસિડેન્ટ સિકંદરભાઈ ફડવાલા, પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી એડવોકેટ રઇસ સૂફી, અગ્રણી સઉદ શેખ, જહાંગીર પઠાણ, હનીફ ભરુચિ, ઇકબાલ ગરાસિયા, રજ્જાક પઠાણ, જાનુ ચા વાળા, સાદિક મુજાવર, નૂર કુરેશી, લાલા ઘંટીવાળા, જરાર કુરેશી, અલ્તાફ કાલુભાઈ, બાદશાહ, શબ્બીર પપ્પુ, બોબી ખલિફા, દાતારનગર ના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા, આ પ્રસંગે પ્રોસેસન પ્રમુખ સિકંદર ફડવાલા એ તમામ આયોજકોને સમાજ અને જનહિતમાં સરકારી જાહેરનામો અને ગાઇડલાઇન પાલન કરવા અપીલ કરી હતી.
અંકલેશ્વર શહેર તાલુકામાં મોહરમ ઉજવણી બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર સીસોદીયા સાહેબની અધ્યક્ષતામાં શહેર પોલીસ સ્ટેશન ખાતે મિટિંગ યોજાઈ.
Advertisement