ગત તારીખ.24-06-2020 ના રોજ એક ખરોડ ગામ નજીક સીમમાં દર્શન હોટલ પાસે એક અવાવરૂ ખડેર મકાનમાંથી ચહેરો વિકૃત થયેલ લાશ મળી આવી હતી. આ લાશ કોની હતી અને હત્યાનું કારણ શું હતું અને હત્યારા કોણ હતા. તેની તપાસ આઈ.જી હરિકૃષ્ણ પટેલ, ભરૂચ જિલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી પી.આઈ જે.એન.ઝાલા અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ સી.સી.ટી.વી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ભરપૂર ઉપયોગ કરી પ્રથમ લાશની ઓળખ કરી હતી. તો તે લાશ દિલીપ ઉર્ફ.ડોન જેસીંગભાઇ બારૈયા રહે. ધારી જીલ્લો.અમરેલીનો હોવાનું જણાયુ હતું. તેને દારૂ પીવાની ટેવ હતી અને તે પુત્રો સાથે રહેતો હતો. જ્યારે તેની પત્ની હંસા તેની બે પુત્રીઓ સાથે સુરત મકાન રાખી રહેતી હતી. એવામાં હંસાને ધનજી હિરાપરા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. ધનજી અને હંસા વચ્ચે પારિવારિક સંબંધ હતો. લોકડાઉન સમયગાળા દરમિયાન હંસા ધારી પોતાના પતિ દિલીપ પાસે ગઇ હતી અને પરત સુરત આવી હતી. આટલો સમય પ્રેમી અને પ્રેમિકા વચ્ચે એટલે કે હંસા અને ધનજી વચ્ચે વિયોગની લાગણી ઊભી થઈ હતી અને તેમને એમ લાગ્યું કે પ્રેમી અને પ્રેમિકા વચ્ચે હંસાનો પતિ દિલીપ અડચણ રૂપ છે. તે ધનજી બુલેટ લઈ ધારી પહોંચી ગયો હતો અને તેને દિલીપ બારૈયાને સમજાવી ફોસલાવીને બુલેટ પર બેસાડી દીધો હતો અને પરત સુરત આવવા નીકળ્યા હતા વચ્ચે દર્શન હોટલ પાસે અવાવરુ મકાનમાં ગળે ટૂંપો દઈ દિલીપનું મોત નિપજાવ્યુ હતું અને મોઢા પર પથ્થર મારી ચહેરો વિકૃત કરી નાખ્યો હતો. એ દિલિપને છેલ્લા સ્ટેજનું કેન્સર હોવાનું તપાસ દરમિયાન જાણવા મળેલ છે. એલ.સી.બી પોલીસે આ બનાવ અંગે ધનજી દેવસિંગભાઈ હિરાપરા ઉમર.૫૫ રહે.રનુંજા સોસાયટી સુરત મૂળ.રહે ગંગાભવન સોસાયટી જસદન જી.રાજકોટ અને હંસા દિલીપ બારૈયા ઉંમર. 50 રહે. બજરંગ સોસાયટી વરાછા સુરત મુળ. ધારીની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર બનાવમાં પ્રો ડી.વાય.એસ.પી અમી પટેલ અને પી.આઈ જે.એન.ઝાલા, પી.એસ.આઇ વાય.જી.ગઢવી, પી.એસ.આઇ બરંડાએ કામગીરી બજાવી હતી.
ગત જૂન માસમાં આવવારૂ મકાનમાં ચેહરો વિકૃત હોય તેવી લાશની ઓળખ તેમજ હત્યાનો પર્દાફાશ મહિનાઓ બાદ થયો જાણો કેમ…??? કેવી રીતે અને ક્યાં…???
Advertisement