અંકલેશ્વર હાંસોટ તરફ જવાના રસ્તા પર સતત વાહન વ્યવહાર રહેતો હોય છે. પરંતુ હવે 24 કલાક આ રસ્તો ધમધમી રહ્યો છે ત્યારે અંકલેશ્વર હાંસોટ રોડ પર ખૂબ મોટી સંખ્યામાં સોસાયટીઓ આવેલી છે આવી પરિસ્થિતિમાં અંકલેશ્વરથી સજોદ જવાના રસ્તા પર મોટું વૃક્ષ ધરાશાયી થતાં ટ્રાફિક જામ સર્જાયો હતો.
અંકલેશ્વર કે સુરત જવા માટે ઘણા વાહન ચાલકો પણ અંતર ઓછું કરવા હાંસોટનો રસ્તો પસંદ કરે છે ત્યારે આવી રીતે વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાએ નોંધપાત્ર ઘટના કહી શકાય. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ કે નુકસાન થયું ન હતું.
Advertisement