Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર GIDC માં આવેલ અક્ષર ઇન્ડસ્ટ્રીઝનાં રૂમમાંથી જુગારધામ ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

Share

અંકલેશ્વર પંથકમાં પણ શ્રાવણિયો જુગાર ઠેર ઠેર રમાઈ રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા અને એલ.સી.બી. પી.આઇ. જે.એન.ઝાલાનાં માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પી.આઇ. બરંડા તથા ગઢવીએ મળેલ બાતમીનાં આધારે અંકલેશ્વર GIDC માં આવેલ અક્ષર ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીનાં રૂમમાં ચાલતા જુગારધામ પર રેડ કરી કુલ 9 ઇસમોને ઝડપી પાડયા હતા તેમની પાસેથી રોકડા રૂ. તેમજ વાહનો અને અન્ય ચીજવસ્તુ મળીને 3,63,560 ની મત્તા જપ્ત કરી હતી. આ બનાવમાં રોકડા રૂપિયા, મોબાઈલ ફોન નંગ 9, ફોર વ્હીલ કાર નંગ 1, મોટરસાઇકલ નંગ 3 જપ્ત કરવામાં આવ્યા હતા. ઝડપાયેલ આરોપીઓમાં 1) કાંતિભાઈ મણિલાલ વણકર 2) પ્રણયભાઈ કિરીટભાઇ પટેલ 3) રાજેશભાઈ મદનભાઈ ચૌહાણ 4) સાગરભાઈ રાજેન્દ્રભાઈ ભામરે 5) રમેશભાઈ મણિભાઈ પટેલ 6) હર્ષ પ્રફુલચંદ્ર પટેલ 7) દિવ્યેશ અશોક ઓડેદરા 8) ભાર્ગવ નગજીભાઇ રોહિત 9) અમિત પ્રફુલચંદ્ર પટેલ નાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાનાં લવેટ ગામે શાકભાજીની 800 કીટ બનાવી વિતરણ કરી.

ProudOfGujarat

સુરત : મહુવાના ધોળીકૂઈથી વાછરડા ભરેલો પીકઅપ પકડાયો, ચાલક ફરાર.

ProudOfGujarat

ઉમરપાડાના બિલવાણની ઉત્તર બુનિયાદ શાળા જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં ચેમ્પિયન બની

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!