Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં મહાવીર ટર્નિંગ નજીક આવેલ ઓરેન્જ હોસ્પિટલને તંત્ર દ્વારા કોરોનાની સારવારની મંજૂરી અપાતા સ્થાનિક દુકાનદારોનો વિરોધ.

Share

હાલમાં કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે અને કોરોના પોઝીટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે તેથી ભરૂચ જીલ્લાની તમામ કોવિડ હોસ્પિટલો કોરોનાનાં દર્દીઓથી ફૂલ થઈ ગઈ છે તેથી તંત્રએ કેટલીક ખાનગી હોસ્પિટલોને કોરોનાની સારવાર કરવાની મંજૂરી આપી છે. જયારે અંકલેશ્વર ખાતે મહાવીર ટર્નિંગ નજીક આવેલ ઓરેન્જ હોસ્પિટલને તંત્રએ કોરોનાની સારવાર માટે મંજૂરી આપતા તે વિસ્તારનાં દુકાનદારોએ આનો ભારે વિરોધ કર્યો છે.

આ સ્થાનિક દુકાનદારોએ કોરોનાનો ભય દર્શાવી આ મંજૂરી સામે વિરોધ નોંધાવ્યો છે તથા કોરોનાનાં સંક્રમણનાં ભયે દુકાનદારોએ દર્દીઓને હોસ્પીટલમાં જતાં અટકાવ્યા હતા. જેથી પોલીસે આવી જઈને આ સમગ્ર મામલો થાળે પાડયો હતો. ઉલ્લેખનીય છે કે તંત્રએ જ ખાનગી હોસ્પિટલોને કોરોના સારવારની મંજૂરી આપી છે. જેમાં 1) પામલેન્ડ હોસ્પિટલ, ભરૂચ 2) ઓર્કિડ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ, ભરૂચ 3) આર.કે. હોસ્પિટલ, ભરૂચ 4) ઓરેન્જ હોસ્પિટલ, અંકલેશ્વર નો સમાવેશ થાય છે.

Advertisement

Share

Related posts

લીંબડી તાલુકા પંચાયતના વર્ગ 4 ના કર્મચારી વય મર્યાદાથી નિવૃત થતા વિદાય સમારોહ યોજાયો.

ProudOfGujarat

બે ઘરફોડ ચોરોને પકડી પાડતી ભરૂચ એલ.સી.બી પોલીસ

ProudOfGujarat

કાચબાની અંતિમ યાત્રા યોજી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!