અંકલેશ્વર હાંસોટ માર્ગ પણ ચોવીસ કલાક વહનોથી ધમધમતો રહે છે. દિવસેને દિવસે અંકલેશ્વર નગરનો વિકાસ થઈ રહ્યો છે તેના પગલે અંકલેશ્વર હાંસોટનાં માર્ગ પર વાહનોની અવરજવર વધી રહી છે. આવી પરિસ્થિતિમાં કેટલાંક વાહન ચાલકો પોતાના વાહન માર્ગની એક તરફ અંધારામાં પાર્ક કરી જતાં રહે છે. જે અંગે કોઈ નિશાની કે રેડ સિગ્નલ પણ ચાલુ રાખતા નથી. જેના પગલે અકસ્માતનાં બનાવો બને છે. આવો જ એક અકસ્માત અંકલેશ્વર હાંસોટ રોડ પર કડકીયા કોલેજ નજીક બન્યો હતો. જેમાં રિક્ષા ચાલક અંધારામાં ઉભેલા ટેન્કર સાથે ભટકાતાં રિક્ષા ચાલકનું મોત નીપજયું હતું. જયારે 2 મુસાફરોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
Advertisement