અંકલેશ્વર તાલુકાનાં પીરામણ ગ્રામ પંચાયતમાં મોડી રાત્રિનાં પોણા ત્રણ કલાકે અચાનક આગ લાગી હતી, જેના કારણે અડધી રાત્રે દોડધામ મચી જવા પામી હતી. પીરમણ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ઇમરાનભાઈનાં જણાવ્યાનુસાર આ આગ લાગવાના બનાવની તેમણે ફોન દ્વારા જાણ થતાં તેઓ તથા તલાટી તેમજ બીજા લોકો પીરામણ ગ્રામ પંચાયત ખાતે પહોંચી ફાયર બ્રિગેડને જાણ કરતા રાત્રે 3:30 કલાકે આ આગને કાબુમાં લેવામાં આવી હતી. સવારે આ આગની ઘટનાની જાણ પીરામણ ગ્રામ પંચાયત દ્વારા પોલીસને કરવામાં આવી છે કારણ કે પીરામણ ગ્રામ પંચાયતના અનેક રેકોર્ડ આ બનાવમાં બળીને ખાખ થયા હોય શકે છે. ડેપ્યુટી સરપંચનાં જણાવ્યા મુજબ અગમ્ય કારણોસર આગ લાગી હતી. જેમાં મહત્વના દસ્તાવેજ બળી ગયા હતા આ અંગે એફએસએલની ટીમ બોલાવવી તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ અંગે આગ લાગવાનુ કારણ અને કયા રેકોર્ડને નુકસાન થયું તે અંગેની જાણ થશે તેમ લાગી રહ્યું છે.
અંકલેશ્વર તાલુકાનાં પિરામણ ગ્રામ પંચાયત કચેરીમાં મોડી રાત્રે આગ લાગી.
Advertisement