Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનનાં ગુનામાં છેલ્લાં બે માસથી નાસતા ફરતા ત્રણ આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ.

Share

અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનનાં 3 જેટલા નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કોડએ ઝડપી પાડયા હતા. નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા અંગે ભરૂચ જીલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ આપેલ સૂચના મુજબ પેરોલ ફર્લો સ્કોડનાં પી.એસ.આઇ. બી.ડી.વાધેલાનાં માર્ગદર્શન હેઠળ કામ કરતાં અંકલેશ્વર શહેર પોલીસ વિસ્તારમાં નોંધાયેલ ગુનામાં બે મહિનાથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવામાં આવેલ હતા. આ આરોપીમાં 1) મોહમદ કલીમ શાહ રહે.અંસાર માર્કેટ અંકલેશ્વર 2) શકીલ અહમદ અમીરબકસ અંસારી રહે.અંસાર માર્કેટ અંકલેશ્વર 3) ઈરફાન અબ્દુલગફફાર શાહ રહે.અંસાર માર્કેટ અંકલેશ્વર નાઓને ઝડપી પાડવામાં આવેલ છે. જેમાં કોરોના ટેસ્ટ કરવા તેમજ આગળની કાર્યવાહી કરવા આરોપીને અંકલેશ્વર શહેર પોલીસને સુપ્રત કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : કોલેજમાં વિવિધ ડે ની ઉજવણી મોકૂફ.

ProudOfGujarat

અંકલેશ્વરની હોટલ નવજીવન નજીક મહુવા ભારતીય જનતા પાર્ટી પ્રમુખની ગાડીને અકસ્માત નડયો.

ProudOfGujarat

માંગરોળ : વાંકલ ખાતે ઓક્સીજનની સુવિધા ધરાવતા બેડ અને એમબ્યુલન્સનું લોકાર્પણ કરતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!