Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર રાજપીપલા ચોકડી પર અજાણ્યા વાહન ની અડફેટે બાઇક ચાલકનું મોત નીપજ્યું.

Share

પ્રાપ્ત વિગત અનુસાર અંકલેશ્વર ની રાજપીપલા ચોકડી પર અંકલેશ્વર થી ભરૂચ જવાના રસ્તા પર કોઈ અજાણ્યા વાહન ની અડફેટે એક બાઈકસવાર ઈસમ નું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અંકલેશ્વર ની રાજપીપલા ચોકડી પર સાંજ અરસા માં હોટલ પ્રાઈમ ની સામે એક બાઈકસવાર ને અજાણ્યા વાહન એ અડફેટે લેતા વાહન ચાલક ના માથા ના ભાગે ભારી વાહન ના તોતિંગ ટાયર ફરી વળતા સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. મૃતક ની ઓળખ કરતા તેનું નામ અશોક પડવી રહે અંદાડા સોંરભ નગર નો રહેવાસી માલુમ પડ્યું હતું.મૃતક જીઆઇડીસી ની કંપની માં કામ કરતો હોય પોતાનું વાહન મોટરસાયકલ નમ્બર જીજે-૧૬-સીક્યુ-૧૩૬૨ લઈ પોતાના ઘર તરફ જતા હોય અને રાજપીપલા ચોકડી પર અજાણ્યા વાહન ની અડફેટે આવતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ બનાવ ની જાણ થતા અંકલેશ્વર શહેર પોલીસ મથક નો સ્ટાફ સ્થળ પર દોડી આવી મૃતદેહ નો કબજો મેળવી અજાણ્યા વાહન વિરુદ્ધ અકસ્માત મોત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ગુજરાત રાજય સ્થાપના દિન તા. ૧ લી મેથી સમગ્ર ગુજરાતમાં “મારૂ ગામ કોરોના મુકત ગામ” રાજય વ્યાપી અભિયાનનો પ્રારંભ.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગનાં કંબોડિયામાં જીતનો વિશ્વાસ વ્યકત કરતી ભારતીય કોંગ્રેસ પાર્ટી…

ProudOfGujarat

કુકરવાડામાં બર્થ-ડે પાર્ટીની ઉજવણીમાં દારૂની મહેફિલ માંણતા ૪૫ યુવાનો ઝડપાયા …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!