અંકલેશ્વર નગર અને આજુબાજુનાં વિસ્તારમાં વાહન ચોરીનાં બનાવો વધી રહ્યા છે. જે અંગે અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા ભરૂચ જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાનાં માર્ગદર્શન દ્વારા જુદી જુદી ટીમો બનાવી કાર્યવાહી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન ત્રણ રસ્તા ખાતે વાહન ચેકીંગમાં હાજર હતા તે દરમ્યાન રેલ્વેસ્ટેશન તરફથી નંબર પ્લેટ વગરનું એક ઈસમ ટુ-વ્હીલર મોપેડ લઈ આવતા તેને રોકી તપાસ કરતાં સંતોષકારક જવાબ ન મળતા વધુ તપાસ કરતાં તે ઇસમનું નામ રાહુલ ઉર્ફે કાનો ગ્રેબ્રિયલ જોન ડિસુઝા રહે.શ્રી માસ્ટર કમ્પાઉન્ડ અંકલેશ્વરનો જણાયો હતો. જેની વધુ તપાસ કરતાં અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે નોંધાયેલ વાહન ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલાયો હતો. આરોપી પાસેથી હોંડા કંપનીનું પ્લેઝર અને હીરો કંપનીનું પ્લેઝર મળી કુલ 40,000 ની કિં. નાં માલસામાન રિકવર કરવામાં આવ્યા હતા.
Advertisement